Rain: વલસાડ જિલ્લામાં મૂશળધાર વરસાદ, આ ગામ સંપર્ક વિહોણું, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
વલસાડ:હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ હાલ નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારો જળમગ્ન બન્યા છે. કાશ્મીરાનગર, ભાગડા ખુર્દ, બંદર રોડ, પીચિંગ વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી ઔરંગા નદીના જળસ્તરમાં જબરદસ્ત વધારો થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રશાસનની ટીમ સ્થિતિની નિરીક્ષણ કરવા પહોંચી છે. ભારે વરસાદ અને પાણી ભરાઇ જતાં વલસાડનું હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. મધુબન ડેમના 10 દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. મધુબન ડેમમાં રાત્રે 2.5 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ છે. રાતે બે વાગ્યાથી જ ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે દમણ ગંગાના કિનારાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે. દાદરાનગર હવેલી અને વાપી નદીકાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ભરાયા છે.
વરસાદના ચોથા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. નવસારી શહેરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે. અહીં રાત્રે 6 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘરોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો
- 2 કલાકમાં આહવામાં 2 ઇંચ વરસાદ
- સુબીર તાલુકામાં અઢી ઇંચ વરસાદ
- વઘઈમાં એક ઇંચ વરસાદ વરસ્યો
- સાપુતારામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો
તાપીમાં વરસાદ
- તાપીના વ્યારામાં 4 ઇંચ વરસાદ વરસ્યો
- તાપીના વાલોડમાં 5 ઇંચ વરસાદ વરસ્યો
- તાપીના સોનગઢમાં 5 ઇંચ વરસાદ વરસ્યો
- તાપીના ડોલવણમાં 2, ઉચ્છલમાં દોઢ ઇંચ
આ પણ વાંચો
ગુજરાતના આ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા, 6 કલાકમાં 11 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા
Rain: નવસારીમાં આભ ફાટ્યું, ફક્ત છ કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારો જળબંબાકાર
મોદી સરકાર વધુ એક સરકારી કંપનીમાં વેચશે હિસ્સો, બજાર ભાવ કરતાં ઓછા ભાવે મળશે સ્ટોક
PM Modi Gujarat Visit: PM મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ, સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ધાટન કરશે