(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Gujarat Visit Live: સેમિકોન ઈન્ડિયા 2023 કાર્યક્રમમાં PM મોદીએ કહ્યુ- 'ભારત સેમિ કંડક્ટર ઈન્ડસ્ટ્રી માટે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે'
વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે ‘સેમિકૉન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતુ
LIVE
Background
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે તેઓ સેમિકૉન ઇન્ડિયા 2023નું પણ ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી જુલાઇએ ગાંધીનગર ખાતે ‘સેમિકૉન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડીસ્કશન પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ફૉક્સકૉન, માઇક્રૉન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રૉઇલેક્ટ્રૉનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નૉલોજીસ, ઇન્ફીનિયૉન ટેક્નૉલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેશે.
વડાપ્રધાનના ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને બીજા કેટલાય અગ્રણી સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના વડાઓ હાજર રહેશે. ભારત અને ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગમાં નવીનીકરણ, સહભાગિતા અને વિકાસ માટે મહત્વની ઈવેન્ટ ગણવામાં આવી રહી છે.
રાજકોટમાં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ
— Narendra Modi (@narendramodi) July 27, 2023
બન્યાનો આનંદ !
આ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર રીતે સુધારો થશે અને આ વિસ્તારના વિકાસમાં વૃદ્ધિ થશે. pic.twitter.com/hlZ8JHzOx6
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાજકોટ ખાતે ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ “રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” સહિતના રૂપિયા ૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે ભવિષ્યમાં ગુજરાતમાં પણ એરોપ્લેનનું નિર્માણ થશે એવી આશા વ્યક્ત કરી, સુશાસનના મોડેલ થકી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટમાં હિરાસર પાસે નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેસકોર્સ ખાતે જનસભામાં પધાર્યા હતા. અહીંથી તેમણે વિવિધ વિકાસકાર્યોનું રિમોટથી લોકાર્પણ કર્યું હતું. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, હિરાસર ખાતે નિર્માણ પામેલું આ માત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જ નથી પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતને નવી ઊર્જા આપનારું, નવી ઊડાન આપનારું પાવરહાઉસ બની રહેશે.
રાજકોટની ઓળખ સૌરાષ્ટ્રના ગ્રોથ એન્જિન તરીકે થઈ રહી છે, તેમ જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે, સર્વાંગી વિકાસની સાથે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને તેવું રાજકોટવાસીઓનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કારણે રાજકોટ હવે દેશ-દુનિયાના અન્ય શહેરો સાથે સીધી ફ્લાઈટથી જોડાઈ શકશે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા નવ વર્ષમાં લોક-સુખાકારી માટે લેવાયેલાં પગલાંઓની વિગતે વાત કરતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાના લાભો છેવાડાના પરિવારોને મળ્યા છે. જેના પરિણામે દેશમાં ગરીબી ઝડપથી ઘટી છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૧૩.૫૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જેના કારણે એક નવા મધ્યમ વર્ગનું સર્જન થયું છે
'આવનાર દિવસો મા ૧ લાખ થી વધુ ડિઝાઈનર તૈયાર થશે'
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પ્રદર્શની જોવા માટે યુવાનોને મારી અપીલ છે. સેમી કંડક્ટર સેક્ટરમાં રોકાણ કેમ તે અગાઉ સવાલ થતો હતો પરંતુ હવે દુનિયા કહી રહી છે કે સેમી કંડક્ટર સેક્ટરમાં કેમ ન રોકાણ કરીએ. બે વર્ષમાં જ ઈલેક્ટ્રોનિક્સની નિકાસ બે ગણી વધી છે. ભારતમાં બનેલ મોબાઈલની નિકાસ બે ગણી વધી છે. ભારત આજે વિશ્વના શ્રેષ્ઠ મોબાઈલ બનાવે છે અને નિકાસ કરે છે. ભારતમાં 85 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. ભારતમા ૩૦૦ કોલેજ છે જેમાં ચીપ મેન્યુફેક્ચરિંગ પર કોર્સ ચાલે છે. આવનાર દિવસો મા ૧ લાખ થી વધુ ડિઝાઈનર તૈયાર થશે.
'મેન્યુફેક્ચરિંગ માટે ૫૦ ટકા ફાયનાન્સિયલ સપોર્ટ મળશે'
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં એક લાખથી વધુ ડિઝાઈન એન્જિનિયર તૈયાર થશે. દુનિયાના સૌથી ઓછા કોર્પોરેશન ટેક્સમાંનો ભારત એક દેશ છે. સરકારે સ્પેશલ ઈન્સેન્ટિવ પણ આપ્યું છે. સેમી કંડક્ટર સેક્ટર માટે ભારતે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે. આપની અપેક્ષાઓને અમે સારી રીતે સમજીએ છીએ. મેન્યુફેક્ચરિંગ માટે ૫૦ ટકા ફાયનાન્સિયલ સપોર્ટ મળશે.
#WATCH | At the SemiconIndia Conference 2023, PM Narendra Modi says, "This event is similar to how it is necessary to update software. Through SemiconIndia, relations with Industry, experts and policymakers keep updating. I also think that this is essential for the… pic.twitter.com/ityPYXcnMc
— ANI (@ANI) July 28, 2023
'ભારત પર દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે'
કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વિશ્વને પણ આજે વિશ્વાસુ ચિપ્સ સપ્લાયરની જરૂર છે. ભારત પર દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે. ભારત પર રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. ઉદ્યોગ જગતને ભારત પર વિશ્વાસ છે. ભારતમાં ટેક્નોલોજીનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. સેમિ કંડક્ટર સેક્ટરને ભારત પર વિશ્વાસ છે. ભારત પોતાની વૈશ્વિક જવાબદારીને સારી રીતે જાણે છે.
એએમડીએ ભારતમાં સેમિ કંડક્ટર ક્ષેત્રમાં 400 મિલિયન યૂએસ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ચાલી રહેલા સેમિકૉન ઇન્ડિયા 2023 ઇવેન્ટની શરૂઆત થઇ ચૂકી છે, ઇવેન્ટની શરૂઆતમાં જ એએમડીએ જાહેરાત કરી છે કે તે ભારતમાં આગામી દિવસમા 400 મિલિયન યૂએસ ડૉલરનું રોકાણ કરશે. એએમડી એ અમેરિકન બેઝ્ડ સેમિ કૉન્ડક્ટર કંપની છે. એએમડીએ ભારતમાં સેમિ કન્ડક્ટર ક્ષેત્રમાં 400 મિલિયન યૂએસ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. એએમડી કંપની ભારતમા રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભાર મુકશે. એએમડીના પ્રતિનિધિ અને ચીફ ટેકનૉલોજી ઓફિસર માર્ક પેપરમાસ્ટરએ આ મોટા રોકાણની જાહેરાત કરી છે.
#WATCH | Gandhinagar, Gujarat: Mark Papermaster, EVP and CTO, Advanced Micro Devices (AMD) at Semiconductor India says, "...AMD will invest $400 million in India in the next five years. AMD will enhance its R&D capabilities...We will build our largest design centre in… pic.twitter.com/Vt1bYREuYI
— ANI (@ANI) July 28, 2023
સેમિકોન ઇન્ડિયા 2023ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યુ?
સેમિકોન ઇન્ડિયા 2023ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પીએમ મોદીના ઘણા વર્ષોના પ્રયત્નો બાદ હવે સેમી કંડકટર ક્ષેત્રે મોટી શરૂઆત થઈ છે. દુનિયાની મોટી કંપની માઇક્રોન ગુજરાતમાં ઉત્પાદન શરૂ કરશે. દેશમાં ગુજરાતમાં પહેલી કંપની સેમી કંડકટર ઉત્પાદન શરૂ કરશે. ભારત સેમી કંડકટર ક્ષેત્રમાં ગ્લોબલ પ્લેયર બને તે પીએમ મોદીનું લક્ષ્ય છે. સેમી કંડકટર ક્ષેત્રે ગુજરાત હબ બને તે માટે ગુજરાત સરકારે પોલિસી બનાવી છે. 2003માં નરેન્દ્રભાઇ મોદીએ વાયબ્રન્ટ સમિટ શરૂ થઈ, જેને બે દાયકા થયા છે.