શોધખોળ કરો
Rain: નવસારીમાં આભ ફાટ્યું, ફક્ત છ કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારો જળબંબાકાર
ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, ડાંગ,નવસારી, વલસાડમાં રાતભર વરસાદ વરસ્યો હતો.

પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
1/13

નવસારીઃ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, ડાંગ,નવસારી, વલસાડમાં રાતભર વરસાદ વરસ્યો હતો.
2/13

નવસારી તાલુકમાં રાત્રે છ કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 11 ઈંચ વરસાદથી નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા રસ્તા અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. નવસારી જિલ્લામાં અગાઉથી જ શાળામાં રજા જાહેર કરાઈ ચૂકી છે.
3/13

ભારે વરસાદના કારણે નવસારીના માછી માર્કેટમાં પાણી ભરાયા હતા. માર્કેટમાં ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
4/13

ભારે વરસાદથી પૂર્ણા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું હતું. રાત્રે અનેક પોશ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
5/13

નવસારીના કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટી, ભૂતફળિયા અને રાજીવનગરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. અનેક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા.
6/13

ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ને તમામ શાળામાં રજા જાહેર કરી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે.
7/13

પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ ને પાર કરી ગઈ છે. પૂર્ણા નદી એની ભયજનક સપાટી થી 1 મીટર દૂર છે. નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
8/13

શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.
9/13

વલસાડ જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થયો હતો.
10/13

વલસાડનું હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું થયું હતું. મધુબન ડેમના 10 દરવાજા ચાર મીટર સુધી ખોલાયા હતા.
11/13

દમણ ગંગાના કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. દાદરાનગર હવેલી અને વાપી નદીકાંઠાના ગામો માટે પણ એલર્ટ જાહેર કરાયું હતું. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ભરાયા હતા.
12/13

ભારે વરસાદના કારણે નવસારીમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા.
13/13

નવસારીમાં ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા
Published at : 28 Jul 2023 08:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
