Gujarat Rain Forecast: આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ
Gujarat Rain Forecast: અરબ સાગરમાં સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ તોળાઇ રહ્યું છે. આગામી 48 કલાક કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે

Gujarat Rain Forecast: અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં સાત દિવસ છુટાછવાયા સ્થળોએ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે નવ જિલ્લા અને સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ. તો આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને લઈને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે LCS-3 તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે DC-1 સિંગ્નલ જાહેર કરાયું છે.. પવનની ઝડપ વધુ રહેતા માછીમારોને પણ દરિયો ને ખેડવા સૂચના આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની પ્રબળ શક્યતા છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ, અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ના કારણે રાજ્યમાં આ વરસાદી માહોલ સર્જાશે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને, નવસારી, સુરત, ભરૂચ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના કેટલાક ભાગોમાં તો પૂર જેવો વરસાદ આવે તેવી પણ શક્યતા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ભાગોમાં આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસશે વરસાદ
વરસાદની આગાહી માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત નથી. દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ગીરના ભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે.મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ જોવા મળશે. જેમાં વડોદરા, આણંદ, અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગાંધીનગર, દસાડા, પાટડી, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા, બરવાળા અને કડી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.





















