શોધખોળ કરો

Botad Rain: બોટાદ જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ, શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ

બોટાદ શહેર અને જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. સવારથી જ બોટાદ શહેરમાં ઉકળાટભર્યું વાતાવરણ હતું.

બોટાદ: બોટાદ શહેર અને જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. સવારથી જ બોટાદ શહેરમાં ઉકળાટભર્યું વાતાવરણ હતું. બપોર બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો હતો. બોટાદ શહેરના ખોડિયારનગર, ટાવર રોડ, પાળિયાદ રોડ, ભાવનગર રોડ,  ગઢડા રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

ભારે વરસાદને લઈ બોટાદ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. શહેરની આસપાસના સેથલી,  સમઢીયાળા , ખસ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.  ગઢડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગઢડા તાલુકાના ઢસા, રસનાળ, પીપરડી,  માલપરા,  ભંડારિયા સહિતના ગામોમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે.  

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સપ્તાહના વિરામ બાદ ફરી મન મૂકીને મેઘરાજા વરસશે.  આવતીકાલે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 

25 ઓગસ્ટના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.  જ્યારે 26 ઓગસ્ટે ભાવનગર,  સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.  ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  હાલ ગુજરાતમાં ગરમી પણ પડી રહી છે.  હવામાન વિભાગના મતે, પવનની દિશા બદલાતા ગરમી વધી છે.

આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી 

હવામાન વિભાગે આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર,  વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે.  સાત દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

26 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.  ગરમીમાં વધારો થવાનું કારણ પવનની દિશા છે.  હાલ જે પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પશ્ચિમી પવનો છે જેના કારણે ગરમી વધી છે. 

રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ

આજે વહેલી સવારથી જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીમાં વરસાદ  વરસ્યો  હતો. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો  છે. રાજ્યના અનેક તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે.   હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આવતીકાલે પણ અહીં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ટોપ સ્ટોરી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
Embed widget