શોધખોળ કરો

Aravalli Rain: મોડાસા તાલુકામાં આભ ફાટ્યું, એક કલાકમાં ચાર ઈંચ વરસાદથી જળબંબાકાર

હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  અરવલ્લીના મોડાસાના આમ્રતપુરા કંપામાં આભ ફાટ્યુ છે. આમ્રતપુરા કંપામાં એક કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

અરવલ્લી: હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  અરવલ્લીના મોડાસાના આમ્રતપુરા કંપામાં આભ ફાટ્યુ છે. આમ્રતપુરા કંપામાં એક કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે.  ધોધમાર વરસાદથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખેતરમાં જળબંબાકારથી મગફળીના પાકને નુકસાન થવાની શક્યતા છે.  બોરડી જવાનો રસ્તો ધોવાતા વાહન ચાલકો પરેશાન થયા છે.  

Aravalli Rain: મોડાસા તાલુકામાં આભ ફાટ્યું, એક કલાકમાં ચાર ઈંચ વરસાદથી જળબંબાકાર

આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા તાલુકાના અનેક ગામડાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી લોકો પણ ખુશખુશાલ છે. 

મેઘરજમાં એક કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.  મેઈન બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  ઉન્ડવા રોડની દુકાનોમાં ઘૂટણસમા પાણી ભરાયા હતા. આંબાવાડી રોડ પર સરોવર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  મદની સોસાયટીમાં પણ ઘૂટણસમા પાણી ભરાયા હતા.  સ્થાનિકો  વરસાદી પાણીને લઈ પરેશાન થયા છે.  તંત્રની બેદરકારી પણ સામે આવી છે.  

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

પંચમહાલ જિલ્લામાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  થોડા દિવસોના વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદી માહોલ  જામ્યો છે.  ગોધરા, હાલોલ ,કાલોલ, શહેરા ઘોઘંબા,  મોરવાહડફ   સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગોધરામા બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.  કાલોલમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો જેના કારણે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા.

ગોધરા નગરના મુખ્ય માર્ગો પર વરસાદની પાણી ભરાયા છે.  ગોધરા સેવા સદન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગોધરા કોર્ટ સહિતના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા.  મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સરકારી કચેરીઓમાં  કામકાજ અર્થે આવતા અરજદારો સહિત રાહદારી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.  

આણંદ જિલ્લામાં વરસાદી માહોલ

આણંદ જિલ્લામાં  વરસાદી માહોલ છવાયો છે. બોરસદ અને આંકલાવમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ વરસાદમાં ભીંજાવાની મજા લીધી હતી.  વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો છે.  વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી વરસાદી  માહોલ રહેશે.  આજે અમદાવાદ શહેરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદ પડશે.  આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત,  ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સુરતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Gujarat Rain Update: વિરામ બાદ મેઘરાજનો બીજો રાઉન્ડ શરૂ, આ જિલ્લામાં મનમૂકી વરસ્યો વરસાદ

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Embed widget