શોધખોળ કરો

Gujarat rain update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાંધીનગર સહિત આ જિલ્લામાં ભારે વરસાદ,જાણો અપડેટ્સ

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય બન્યુ છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Gujarat rain update:લાંબા વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.  બંગાળની ખાડીમાં સર્જેલી સિસ્ટમ  ધીમે ધીમે આગળ વઘતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ(rain) વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

પાલનપુરમાં  ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં  પાણી ભરાયા છે. જૂના બસ સ્ટેશન, ધનિયાણા ચોકડીમાં પાણી  ભરાયા છે. અમીરગઢ રોડ પર પાણી  ભરાતા અહી બસ સ્ટેશન હોવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુરમાં ભારે વરસાદ આફત રૂપ બન્યો છે. અહી સિવિલ હોસ્પિટલ પાસે પાણી ભરાતા દર્દીઓની મુશ્કેલી પણ વધી છે. અહીં  ધનિયાણા ચોકડી,વીરમપુર ધાનેરાના બાપલા સહિતના ગામોમાં વરસાદ  વરસતા અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે.

ગાંધીનગર શહેરમાં વરસાદે અનેક વિસ્તારને જળમગ્ન કરી દીધાં છે. ગાંધીનગર શહેરના અલગ અલગ સેક્ટરમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી માણસા APMC નજીક પાણી  ભરાયા છે.મહેસાણાના વિજાપુરમાં  પણ ધોધમાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી વિજાપુરના અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા છે, વિસનગર, વિજાપુરમાં  મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.ટીબી રોડ અને બોમ્બે સોસાયટી સહિત ભાંડુ, વાલમમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.

મહીસાગર જિલ્લામાં લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. સંતરામપુર હાઈવે, મલેકપુર સહિતના વિસ્તારમાં પણ સારો વરસાદ વરસ્યો છે.ભારે વરસાદના પગલે અરવલ્લીમાં  જળાશયોમાં પાણીની આવક  વધતાં જળસ્તર સતત વધી રહ્યું છે. વાત્રકમાં 440 ક્યૂસેક પાણીની આવક થઇ છે. મેશ્વોમાં 340 ક્યૂસેક પાણીની આવક થઇ છે.માઝુમમાં પણ 220 ક્યૂસેક પાણીની આવક થઇ છે.  અરવલ્લીના ઈટાડીમાં  અનેક વિસ્તાર જળમગ્ન થતાં  ઈટાડી ગામમાં સ્થાનિકોને હાલાકી વધી છે. નીચાણવાળા વિસ્તારોના રહેણાંક મકાનોમાં  ઘુંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.

છોટા ઉદેપુર જિલ્લામાં પણ સવારથી મેઘરાજાએ ઘરાને ધરવી દીધી.  ધોધમાર વરસાદ થી અનેકવિસ્તારોમાં પાણી ભરાયા છે.  પાવી જેતપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયુંછે.ભારે વરસાદના કારણે રસ્તા પર ભરાયા પાણી યાત્રાધામ ડાકોરમાં પણ  મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શ્રદ્ધાળુની મુશ્કેલી વધી છે.  ડાકોરમાં મંદિર બહાર પાણી ભરાતા શ્રદ્ધાળુઓની  હાલાકી વધી છે. કાલસર, સુઈ, આગરવા સહિતના ગામોમાં વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે મંદિર બહાર પાર્ક કરેલા ટુ-વ્હીલરો પણ અડધા પાણીમાં ગળકાવ થઇ ગયા છે.  વરસાદના કારણે મુશ્કેલી સર્જાતા  ડાકોર નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ  વરસ્યો છે. નરોડા, વડાગામ, ખુટેલાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં કડાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.છેલ્લા 24 કલાકમાં સંતરામપુરમાં પોણા ત્રણ ઈંચ,બાલાસિનોર, લુણાવાડા તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ ખાનપુરમાં દોઢ ઈંચ, વીરપુર તાલુકામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.સુરત શહેરમાં પણ વરસાદી માહોલે જમાવટ કરી છે. સુરતના અઠવા, નાના વરાછા  પાલ અને અડાજણ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલે જમાવટ કરી છે. અહી વલસાડ શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસતાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવનને અસર થઇ છે.  પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. રૂની, કમલીવાડા સહિતના ગામોમાં વરસાદે ધરાને ધરવી દીધી છે અહી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. અહીં ખલીપુર, કુણઘેર, સિદ્ધપુર, બીલિયા, નાગવાસણ, કલ્યાણા,કાકોશી સહિતના ગામોમાં પણ આજે સારો વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો

Gujarat Rain Weather: રાજ્યના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
Layoffs: 15 વર્ષમાં પ્રથમ વખત આ કંપનીએ છંટણીનો લીધો નિર્ણય, 1800 લોકોની જશે નોકરી
Layoffs: 15 વર્ષમાં પ્રથમ વખત આ કંપનીએ છંટણીનો લીધો નિર્ણય, 1800 લોકોની જશે નોકરી
આ નંબરો પરથી આવતા કૉલ્સથી સાવધાન રહો! રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી
આ નંબરો પરથી આવતા કૉલ્સથી સાવધાન રહો! રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
Layoffs: 15 વર્ષમાં પ્રથમ વખત આ કંપનીએ છંટણીનો લીધો નિર્ણય, 1800 લોકોની જશે નોકરી
Layoffs: 15 વર્ષમાં પ્રથમ વખત આ કંપનીએ છંટણીનો લીધો નિર્ણય, 1800 લોકોની જશે નોકરી
આ નંબરો પરથી આવતા કૉલ્સથી સાવધાન રહો! રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી
આ નંબરો પરથી આવતા કૉલ્સથી સાવધાન રહો! રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી
Bank Jobs 2024: બેન્કમાં ઓફિસરના પદ પર નોકરી અને 1,50,000 પગાર, નજીક આવી રહી છે અરજી કરવાની અંતિમ તારીખ
Bank Jobs 2024: બેન્કમાં ઓફિસરના પદ પર નોકરી અને 1,50,000 પગાર, નજીક આવી રહી છે અરજી કરવાની અંતિમ તારીખ
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Embed widget