શોધખોળ કરો

Heavy Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં પડશે ભારે વરસાદ, વાંચો લેટેસ્ટ આગાહી

ગુજરાતમાં ચોમાસું બરાબનું જામ્યુ છે, વરસાદે ઠેર ઠેર તબાહી મચાવી છે, હવે ચોથા રાઉન્ડમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Heavy Rain: ગુજરાતમાં ચોમાસું બરાબનું જામ્યુ છે, વરસાદે ઠેર ઠેર તબાહી મચાવી છે, હવે ચોથા રાઉન્ડમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં 25થી 30 જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. 

વરસાદની આગાહી પ્રમાણે, આજે ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક દરમિયાન  બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. 

આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક દરમિયાન પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ હળવોથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

રાજ્યના આ જિલ્લામાં ધોધમાર વરસાદ બન્યો આફત

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે  બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના 10 ગામોનું જનજીવન પ્રભાવિત થયું છે. પાલનપુરમાં ભારે વરસાદના કારણે  રસ્તા  પાણી ભરાયા છે. મલાણા પાટીયા નજીક પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. બનાસકાંઠામાં ડીસા, કાંકરેજ અને દાંતા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ શરૂ થતા જ ડીસા શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. કાંકરેજના ઉંબરી, ખીમાણા, શિહોરી સાહિતના વિસ્તારો ભારે વરસાદના કારણે પાણી પાણી થઇ ગયા. .ડીસામાં અમન પાર્ક સોસાયટી સહિત કેટલીક સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન જોવા મળ્યાં. મહીસાગર જિલ્લામાં પણ  સાર્વત્રિક વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં સંતરામપુર, કડાણા અને ખાનપુરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા,લુણાવાડા, વિરપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો અનેક નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઇ ગયા. ભરૂચમાં પણ ઉપરવાસ વરસાદના કારણે અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરૂચ પાસેથી પસાર થતી ભૂખી ખાડી ઓવરફ્લો થતાં પાંચ ગામોમાં  કેડસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. અહીં સેગવામાં ચાર ગર્ભવતી મહિલા સહિત 25થી વધુ લોકોનું  રેસ્ક્યું કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભાવિકોની માટે વરસાદ વિઘ્નરૂપ બન્યો ઉલ્લેખનિય છે કે, પુરુષોત્તમ મહિનાની એકાદશીમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે. ધોધમાર વરસાદ વરસતા મંદિરની બહાર પાણી  ભરાયા છે. જો કે  ભારે વરસાદ વચ્ચે પણ રણછોડા રાયજીના બાળ સ્વરૂપ ગોપાલ લાલજીની સવારી નીકળી હતી.

પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાએ જમાવટ કરી. ગોધરા પંથકમાં એક કલાકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો. યોગેશ્વર સોસાયટી, ભુરાવાવ, એસ ટી બસ સ્ટેન્ડ ,રોયલ હોટલ ત્રણ રસ્તા, પોલન બજાર, સિગ્નલ ફળિયા સહિતનાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં. વાવડી, વેગનપુર , છબંનપુર સહિતના ગામોમાં પણ વરસાદના કારણે પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. અહીં કોડીનાર-સુત્રાપાડાના અનેક ગામોમાં વિરામ બાદ વરસાદ વરસતા ગરમી અને બફારાથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડર પ્રસરી ગઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget