શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું: કયા-કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો વરસાદની લેટેસ્ટ માહિતી
બે કલાકમાં ગીરગઢડામાં 3 ઈંચથી વધારે, કોડીનારમાં અઢી અને તાલાલામાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. ગીર ગઢડામાં ભારે વરસાદના પગલે રૂપેણ નદીમાં, કોડીનારના અરણેજ ગામ નજીક સોમત નદી અને હરમડિયા નજીક શાંગાવાડી નદીમાં ઘોડાપુર જેવીની સ્થિતિ જોવા મળી
રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત ગીરના વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગીર ગઢડા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે બપોર બાદ ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો.
માત્ર બે કલાકમાં ગીરગઢડામાં 3 ઈંચથી વધારે, કોડીનારમાં અઢી અને તાલાલામાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. ગીર ગઢડામાં ભારે વરસાદના પગલે રૂપેણ નદીમાં, કોડીનારના અરણેજ ગામ નજીક સોમત નદી અને હરમડિયા નજીક શાંગાવાડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદી ઝાપટાંથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. ધારીના રામવાળાની વાવડી ગામે એક કલાકમાં બે ઈંચતી વધારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું.
રાજકોટના મેટોડા અને લોધિકામાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. વરસાદના આગમનને લઈને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ થાય તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ કારણે છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. બાકીના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement