શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો? જાણો વિગત
ગુરૂવારે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં 1થી 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
અમદાવાદ: ગુરૂવારે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં 1થી 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. ધોરાજીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. બે ઈંચ વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં કલાણા ગામમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
વરસાદથી ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. ધોરાજી પંથકમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. તેમજ જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. ધોરાજીના છત્રાસા ગામે કરા સાથે વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત ઉપલેટામાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. તેમજ ગઢાળા, કેરાલા અને ખાખી-જાળીયા સહિતના ગામડાઓમાં કપાસના પાકને નુકશાન પહોંચ્યું છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
જૂનાગઢમાં બપોર બાદ અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભર બપોરે આકાશમાં કાળાડિબાંગ વાદળો થતાં અંધારપટ્ટ છવાય જતાં વાહનચાલકોને લાઈટ કરવાની ફરજ પડી હતી. ગોંડલમાં ઝરમર વરસાદ પડ્યો હતો. જામનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
ગુરુવારે કચ્છના વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. લખપતના દયાપર અને માતાના મઢ ખાતે ધોધમાર વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. જ્યારે ખાવડા અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સવારે ખાવડા, પૈયા, અબડાસાના ડુમરા સહિતના વિસ્તારોમાં કરા પડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion