શોધખોળ કરો
Advertisement
આગામી 48 કલાકમાં ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં થઈ શકે છે ભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી?
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે અને હજી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે અને હજી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને અમરેલી સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉમરગામ અને દાદરાનગર હવેલીમાં 13-13 ઈંચ, વાપી-સેલવાસમાં 11 ઈંચ, ખેરગામ-ધરમપુરમાં 7 ઈંચ, પારડી 6.5 ઈંચ, વલસાડ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સમગ્ર જગ્યાએ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ પોતાના તાજેતરના બુલેટિનના દેશના એક ડઝનથી વધુ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક હિસ્સામાં આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહોંચવાનું અનુમાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement