શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ વિસ્તારમાં આગામી બે દિવસ અતિભારે વરસાદ પડવાની આગાહી
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 35 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે વહિવટી તંત્ર અલર્ટ કરાયું છે.
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી, દમણ, ડાંગ અને નવસારીમાં આજે ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ભાવનગર , અમરેલી, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ દક્ષિણપશ્ચિમ દિશાનો પવન છે. મંગળવારે વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-જુનાગઢ, બુધવારે વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ૧૭મીએ તાપી-નવસારી-દમણ-અમરેલી-ભાવનગર, ૧૮મીએ ગીર સોમનાથ-જુનાગઢમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ૪૦ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવવાની પણ સંભાવના છે. '
સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી સારો વરસાદ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 35 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે વહિવટી તંત્ર અલર્ટ કરાયું છે. જીલ્લા તંત્ર સાથે અલગ અલગ જીલ્લામા 9 એનડીઆરએફની ટીમોને પણ સ્ટેંડ બાય કરવામા આવી છે. આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદની પડી શકે છે.
બંગાળની ખાડી અને ઓડિશામાં સક્રીય થયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન થયું છે. જેથી આગામી 17-18 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમાસાની જમાવટ થશે. ખાસ કરીને અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકવાની વકી હવામાન વિભાગ કરી રહ્યુ છે
વરસાદની આગાહી
૧૭ જુલાઇ : તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ.
૧૮ જુલાઇ : ગીર સોમનાથ, જુનાગઢ, વડોદરા, ભરૃચ, સુરત, અમરેલી, ભાવનગર, દીવ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement