શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના 14 જિલ્લામાં આગામી એક કલાકમાં વરસાદ વરસી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો.
  • હવામાન વિભાગે આગામી કલાકોમાં ૧૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી.
  • સુરત જિલ્લામાં સવા ઇંચથી વધુ વરસાદ, ૬૦ કિમી પવન ફૂંકાશે.

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના 14 જિલ્લામાં આગામી એક કલાકમાં વરસાદ વરસી શકે છે. 

સુરત અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર,  સુરત, નવસારી, વલસાડમાં એક કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

40થી 60 કિમીની ગતિએ પવન ફૂંકાશે

આ સિવાય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં એક કલાક હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.  ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદનું અનુમાન છે. નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં એક કલાક વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.  આ સમય દરમિયાન વરસાદની સાથે 40થી 60 કિમીની ગતિએ પવન ફૂંકાશે. 

સરકારી આંકડાઓ પર નજર કરીએ તો, આજે સવારથી અત્યાર સુધીમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સૌથી વધુ 1.42 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, પિયત અને ખેતીના મુખ્ય હબ ગણાતા ઓલપાડ તાલુકામાં 1.34 ઈંચ અને માંગરોળ તાલુકામાં 1.18 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પાણીથી તરબતર થઈ ગયા છે. દક્ષિણ સરહદે આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને 1.06 ઈંચ વરસાદ વરસાવ્યો છે. જ્યારે નવસારી તાલુકામાં 0.87 ઈંચ, તાપીના મુખ્ય મથક એવા વ્યારા તાલુકામાં 0.43 ઈંચ અને ઉમરપાડા તાલુકામાં 0.39 ઈંચ વરસાદ સત્તાવાર રીતે નોંધાયો છે.

આ પણ વાંચો- Gujarat Rain: વલસાડથી લઇ ભરૂચ સુધી સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ, વાવણીના શ્રીગણેશ

સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. કોસંબા , કીમ, કડોદરા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કડોદરાની શ્રી નિવાસ સોસાયટી વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તેમાં પણ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે પરેશાન થઈ રહી છે. જો કે પાલિકા કર્મચારી ન આવ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને જાતે જ લોકો ગટરના ઢાંકણા ખોલી પાણી કાઢવા રસ્તા શોધવા લાગ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget