શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના 21 જિલ્લામાં આજે ભારે વરસાદને લઈ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

રાજ્યમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 21 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ : રાજ્યમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 21 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ત્રણ દિવસ સંઘપ્રદેશ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. 

આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આજે રવિવારે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ,  દાહોદ, નવસારી,વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય થઈ હોવાના કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.   

ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50  ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.   

રાજ્યમાં વરસાદનું જોર વધશે

બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે    સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
Embed widget