શોધખોળ કરો

આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી, જાણો વિગત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણામાં ધોધમાર વરસાદ તુટી પડશે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણા સહિત મોટા ભાગના વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે.

અમદાવાદ: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણામાં ધોધમાર વરસાદ તુટી પડશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણા સહિત મોટા ભાગના વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાના સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટરમ સક્રિય થઈ છે જેને લઈને હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, આગામી 48 કલાકમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટને એલર્ટ કરી દેવાયા છે. આ સાથે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં રેડ એલર્ટ અને પંચમહાલ, દાહોદ, ખેડા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે. ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, સેલવાસ, દાદરાનગર હવેલી, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, ભાવનગરમાં સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. 11 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે. જે મધ્યપ્રદેશથી પસાર થઈને ગુજરાત આવી પહોચ્યું છે. જેની સીધી અસર દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત પર જોવા મળી રહી છે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશન પણ રાજ્ય પર સક્રિય છે જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ત્યારે હજી પણ અગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. તા 10 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક હળવોથી મધ્યમ-ભારે તેમજ કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને નર્મદા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, વડોદરા, દમણ, દાદરા નગર હવેલી, સુરત, વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 ઓગસ્ટ સુધી અધિકારીઓને સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓને પોતાનું હેડક્વાટર નહીં છોડવા પણ સરકારનો આદેશ છે. રાજ્યમાં NDRF-18 અને SDRFની 11 ટીમો તૈનાત કરી દીધી છે. રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે તમામ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. હેડ કવાર્ટર નહીં છોડવા કલેકટરે આદેશ કર્યા છે. સૌરાષ્ટ્રમાં 10 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સરેરાશ 6૭ ટકા વરસાદ રાજ્યમાં નોંધાયો છે. ત્યારે લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદમાં પણ બે દિવસ ભારે વરસાદ રહેશે તેવી હવામાને આગાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Embed widget