શોધખોળ કરો

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય,  તૂટી પડશે ધોધમાર વરસાદ,જાણો લેટેસ્ટ આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

ગુજરાતના આ 3 જિલ્લામાં યલો એલર્ટ

ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા સાત દિવસ છૂટછવાયા મધ્યમ  વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે વરસાદને લઇને ત્રણ જિલ્લામાં  યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, જો કે હવે ફરી ધીમે ધીમે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. આગામી 7 દિવસ હવામાન વિભાગે છૂટછવાયા મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનિય છે કે, એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં પણ સર્જાઇ રહ્યું છે. જેની અસર 23 જુલાઇ બાદ જોવા મળશે. હવામાન વિભાગે 23 જુલાઇ સુધી ભારે સાર્વત્રિક વરસાદની શકયતાને નકારી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Embed widget