દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, માર્ગો પર પાણી ભરાવા અને અવરજવરમાં મુશ્કેલીને કારણે મુસાફરોની સુરક્ષા માટે એસટી બસ સેવાઓ રદ કરાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી એસટી વ્યવહાર ખોરવાયો, એસટીની 169 ટ્રિપ રદ
ST bus cancelled: દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ વરસતાં વાહન વ્યવહાર અને રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. દક્ષિણ ગુજરાત તરફની 169 એસટીની ટ્રીપ રદ્દ કરવામાં આવી છે.

- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ST બસ સેવાઓ પ્રભાવિત થઈ.
- પાણી ભરાતા પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનો રદ થઈ.
- સુરત, નવસારી, વલસાડમાં શાળા-કોલેજોમાં રજા જાહેર થઈ.
ST bus cancelled : દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવનની સાથે રાજ્ય પરિવહન નિગમ (એસટી)ની બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. અનેક માર્ગો પર પાણી ભરાવા અને રસ્તાઓ પર અવરજવરમાં મુશ્કેલી સર્જાતા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ રૂટ પર બસ સેવાઓ રદ કરવામાં આવી છે.
સૌથી વધુ અસર નવસારી અને વલસાડ જિલ્લામાં જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં એસટીના 13 રૂટ પર દોડતી કુલ 44 ટ્રિપ રદ કરવામાં આવી છે. જ્યારે વલસાડ જિલ્લામાં 20 રૂટ પરની 169 ટ્રિપ રદ કરાઈ છે. ઉપરાંત સુરત જિલ્લામાં પણ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે, જ્યાં એક રૂટ પરની 4 ટ્રિપ રદ કરવામાં આવી છે.
એસટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદની સ્થિતિ અને રસ્તાઓની સ્થિતિ સામાન્ય બન્યા બાદ બસ સેવા તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવશે. મુસાફરોને મુસાફરી પહેલાં સંબંધિત એસટી ડેપો અથવા સત્તાવાર માધ્યમો પરથી બસ સેવાની માહિતી મેળવીને જ પ્રવાસ કરવાની અપીલ કરવામાં આવી છે.
ટ્રેન વ્યવહાર ખોરવાયો
દક્ષિણ ગુજરાતમાં સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પશ્ચિમ રેલવેના ટ્રેન વ્યવહાર પર વ્યાપક અસર પડી છે. મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે દોડતી ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ તેમજ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ખાસ કરીને મુંબઈ સેન્ટ્રલ-ઘોલવડ અને ઉમરગામ વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનોની અવરજવર ખોરવાઈ છે. મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ તપાસીને જ પ્રવાસ કરવાની રેલવે તંત્રએ અપીલ કરી છે.
દક્ષિણ ગુજરાતના આ શહેરમાં શાળા કોલેજ બંધ
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને પગલે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત, નવસારી, વલસાડ અને સંઘપ્રદેશ દમણમાં આજે શાળા-કોલેજો સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 2થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાતા જિલ્લા કલેક્ટરે તમામ સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. શહેર અને જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી હોવાથી વિદ્યાર્થીઓને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 7થી 17 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટને પગલે સતત બીજા દિવસે જિલ્લાની તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITIમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા સૂચના આપી છે.
વલસાડ જિલ્લામાં 15થી 35 ઇંચ સુધીનો અતિભારે વરસાદ વરસતા જિલ્લા શિક્ષણાધિકારીએ શહેર અને જિલ્લાના તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITIમાં રજાની જાહેરાત કરી છે. સાથે જ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલુ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
Frequently Asked Questions
એસટી બસ સેવાઓ શા માટે રદ કરવામાં આવી છે?
કયા જિલ્લાઓમાં સૌથી વધુ એસટી બસ ટ્રિપો રદ થઈ છે?
નવસારીમાં 13 રૂટ પર 44 ટ્રિપ અને વલસાડ જિલ્લામાં 20 રૂટ પર 169 ટ્રિપ રદ કરાઈ છે. સુરતમાં પણ એક રૂટ પર 4 ટ્રિપ રદ થઈ છે.
ટ્રેન વ્યવહાર શા માટે ખોરવાઈ ગયો છે?
દક્ષિણ ગુજરાતમાં સતત ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેન વ્યવહાર વ્યાપક રીતે પ્રભાવિત થયો છે. ખાસ કરીને મુંબઈ સેન્ટ્રલ-ઘોલવડ અને ઉમરગામ વચ્ચેના ટ્રેક પર વધુ અસર છે.
કયા વિસ્તારોમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે?
સુરત, નવસારી, વલસાડ અને સંઘપ્રદેશ દમણમાં ભારે વરસાદ અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.





















