શોધખોળ કરો

રાજ્યભરમાં વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારેથી અતિભારે વરસાદ

સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તથા કચ્છમાં પણ આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તથા કચ્છમાં પણ આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રથયાત્રાના દિવસે એટલે કે પહેલી જુલાઈએ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચન કર્યું છે. 

ગુજરાતના દરિયામાં જોવા મળ્યો કરંટ

ભાવનગર જિલ્લાના દરીયામાં કરંટ જોવા મળતા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે વરસાદી માહોલ જામતા દરિયાના મોજા ઉછળી રહ્યા છે ઘોઘા, અલંગ, મહુવાના બંદરો પર વરસાદી આગાહી અને વાતાવરણમાં આવેલા પલટાને લઈ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. હાલમાં તંત્ર દ્વારા લોકોને સાવધાન રહેવા ચેતવવામાં આવ્યા છે.

ભાવનગર ઉપરાંત ઓખા બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન ખાતાની આગાહીને પગલે સિગ્નલ લગાવાયું છે.
હવામાન ખાતાના આગાહીને લઈને જાફરાબાદના દરીયા કીનારે એલર્ટ અપાયું છે. તારીખ 27/6/22 થી /1/7/22 સુઘી દરીયો ન ખેડવા સુચના અપાઈ છે. જાફરાબાદના દરીયા કીનારે ૩ નબંરનુ સીગ્નલ લગાવવામાં આવ્યુ છે. જાફરાબાદના દરીયામાં હાલ કરન્ટ જોવા મળ્યો છે. જાફરાબાદના દરીયામાં મોટા મોજા ઉછળી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના જીવા દોરી સમાન એવા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે બે હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. અમરેલી અને ગીર પંથકમાં સારા વરસાદથી ભાવનગર વાસીઓને પીવાના પાણીમાં થશે ફાયદો તો ખેડૂતોને પણ સિંચાઈ માટેનો લાભ મળશે. શેત્રુંજી ડેમમાં પાણીની આવકને પગલે ભાવનગર વાસીઓમાં હર્ષની હેલી જોવા મળી.

ટોપ સ્ટોરી

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget