ધોરણ-10, 12 રિપીટર વિદ્યાર્થીને હાઈકોર્ટે ન આપી રાહત, કહ્યું- ભણવામાં ધ્યાન આપો
આ પહેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ધોરણ 10 અને 12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય.
રિપીટર વિદ્યાર્થીઓને હાઈકોર્ટમાંથી ન મળી રાહત. હવે 15 જુલાઈના ધો. 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યથાવત રહેશે. રિપીટર અને એકસટર્નલ વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવાની માગ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરી હતી. આ પિટીશન હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે ટકોર કરી કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉંચુ લઈ જવાનું છે, નીચું નહીં. આ સાથે જ હાઈકોર્ટે વિદ્યાર્થીઓને અભ્યાસ પર ધ્યાન આપવા પણ ટકોર કરી છે.
આ પહેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ધોરણ 10 અને 12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય. તેમણે જણાવ્યું હતું કે, રિપીટર માટે જાહેર કરવામાં આવેલો પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રહેશે. આ પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારને પત્ર લખી રિપીટરની પરીક્ષા રદ કરવા માંગ કરી હતી. આ માંગનો છેદ ઉડાવતા શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે, રિપીટરની પરીક્ષા નક્કી થયેલી તારીખે યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ હાલ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત ગત્ત વર્ષના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેવામાં શૈક્ષણિક સંસ્થાઓ લગભગ છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી બંધની સ્થિતિમાં છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે ફરી એકવાર શાળાઓ અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના હવે લગભગ કાબુની સ્થિતીમાં છે. શાળો કોલેજો શરૂ કરવા મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નિર્ણય લેવાશે. પ્રથમ કોલેજ ત્યાર બાદ ધોરણ 12થી માંડીને ધોરણ 1 સુધીનાં વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવામાં આવશે.
ન્યૂઝરૂમ લાઈવ:ધો-10,12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા HCએ રાખી યથાવત, 15 જુલાઈથી યોજાશે પરીક્ષા
ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની ક્યારે લેવાશે પ્રાયોગિક પરીક્ષા?,જુઓ વીડિયો