શોધખોળ કરો

સાંબરકાંઠાના ઇડરમાં જળબંબાકાર, સૌથી વધુ 5 ઇંચ વરસાદ: રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૬.૬૯ ટકા :સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૨.૦૭ ટકા વરસાદ નોંધાયો

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ એક ઇંચથી વધુથી વરસાદ વરસ્યો છે. સાંબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ ૫.૮૪ ઇંચ વરસાદ તથા રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૪૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૨૨.૦૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૪.૮૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૦.૬૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૪.૫૨ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૩.૯૨ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ૧૩૯ મિ.મી., મોડાસામાં ૧૩૫ મિ.મી., લુણાવાડામાં ૧૨૯ મિ.મી., વીરપુરમાં ૧૨૭ મિ.મી., સંતરામપુરમાં ૧૨૨ મિ.મી. આમ કુલ ૬ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ઉપલેટા તાલુકામાં ૧૧૮ મિ.મી., ધનસુરામાં ૧૧૬ મિ.મી., વિસાવદરમાં ૧૦૮ મિ.મી., દાંતામાં ૧૦૪ મિ.મી., વિસનગરમાં ૧૦૨ મિ.મી., ડોલવણમાં ૧૦૧ આમ કુલ ૧૨ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

જયારે વિજાપુર અને પ્રાંતિજ તાલુકામાં ૯૯ મિ.મી., ખેરાલુમાં ૯૮ મિ.મી., વઘઈમાં ૯૦ મિ.મી., ઉમરપાડા અને હિંમતનગરમાં ૮૭ મિ.મી., ચીખલી અને બાયડમાં ૮૫ મિ.મી., માળીયાહાટીનામાં ૮૪ મિ.મી., માલપુરમાં ૮૨ મિ.મી., વાંસદામાં ૭૬ મિ.મી., ખેરગામમાં ૭૪ મિ.મી. આમ કુલ ૨૪ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત સંખેડામાં ૭૦ મિ.મી., ગણદેવીમાં ૬૮ મિ.મી., કેશોદમાં ૬૭ મિ.મી., ઊંઝામાં ૬૬ મિ.મી., શહેરામાં ૬૫ મિ.મી., જાંબુઘોડામાં ૬૧ મિ.મી., ડાંગ (આહવા) અને કડાણામાં ૬૦ મિ.મી., મેંદરડામાં ૫૯ મિ.મી., મેઘરજ અને ખેડબ્રહ્મામાં ૫૭ મિ.મી., નવસારી, સાંજેલી અને વિજયનગરમાં ૫૫ મિ.મી., મહુવામાં ૫૩ મિ.મી., છોટાઉદેપુર, વડનગર અને માણસામાં ૫૨ મિ.મી., ખાનપુર અને ક્વાંટમાં ૫૧ મિ.મી., જ્યારે નડિયાદ અને જેતપુર પાવીમાં ૫૦ મિ.મી., એટલે કે, કુલ ૪૬ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૪૭ જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Makar Sankranti 2026:મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ
Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
Embed widget