ગુજરાતમાં હોળી-ધૂળેટીની ઉજવણી મુદ્દે રૂપાણી સરકારનો મોટો નિર્ણય, જાણો નીતિન પટેલે શું કરી જાહેરાત ?
રાજ્ય સરકાર હોળી ધુળેટીના તહેવારમાં હોળી પ્રગટાવવાની મંજરી આપશે પણ ઘૂળેટીની ઉજવણીની મંજૂરી નહીં મળે. નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં કોઈ પણ ઠેકાણે રંગ છાંટવાની મંજૂરી નહીં મળે અને ભીડ એકઠી થા એ પ્રકારના કાર્યક્રમોને પણ મંજુરી મળશે નહીં.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ને બીજી તરફ સામે હોળી-ધૂળેટીના તહેવારો છે ત્યારે ગુજરાત સરકાર તહેવારોની ઉજવણીની મંજૂરી આપશે કે નહીં એ અંગે લોકોમાં ઉત્સુકતા છે.
આ મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, રાજ્ય સરકાર હોળી ધુળેટીના તહેવારમાં હોળી પ્રગટાવવાની મંજરી આપશે પણ ઘૂળેટીની ઉજવણીની મંજૂરી નહીં મળે. નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં કોઈ પણ ઠેકાણે રંગ છાંટવાની મંજૂરી નહીં મળે અને ભીડ એકઠી થા એ પ્રકારના કાર્યક્રમોને પણ મંજુરી મળશે નહીં. તેમણે કહ્યું કે, ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિર્ણય કર્યો છે કે હોળ પ્રગટાવવાની છૂટ મળશે પણ હોળી રમવાની છૂટ મળવાની નથી. તેમણે કહ્યું કે, હોળી-ધૂળેટીની ઉજવણી અંગે તંત્ર દ્વારા દેખરેખ રખાય છે અને કોઈ પણ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરાશે તો કાયદા પ્રમાણે કાર્યવાહી કરાશે.
નાયબ મુખ્યમંત્રીએ આજે હોળી પર્વની ઉજવણી મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મહામારીના સમયમાં લોકોના એકઠા થવાથી સંક્રમણ વધે છે. ત્યારે આ વર્ષે હોળી પર્વમાં હોળી પ્રગટાવવાની મંજૂરી મળશે પરંતુ ધૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવા માટે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે.
આગામી 28 માર્ચે હોળી અને 29 માર્ચે ધૂળેટી છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું કે, લોકો હોળીનું પ્રાગટ્ય કરી શકશે અને દરેક મહોલ્લા, શેરીમાં સંપૂર્ણ વિધિ વિધાન કોવિડની ગાઇડલાઇનનું પાલન કરતા હોળી પ્રગટાવી શકાશે પરંતુ ઘૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. નાયબ મુખ્યમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હોળીના પ્રાગટ્ય સમયે પણ સામાજિક અંતર અને માસ્ક સહિતના કોવિડના નિયમોને અનુસરવું જરૂરી રહશે.
ગુજરાતમાં કોરોનાનું શું છે ચિત્ર
રાજ્યમાં કોરોના બેકાબૂ થયો છે. સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં 1565 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. શનિવારે રાજ્યમાં 969 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.08 ટકા પર પહોંચ્યો છે. હાલ 6737 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 લોકો વેન્ટિલેટર પર અને 6668 લોકો સ્ટેબલ છે.
કોરોના અંગેના ભાજપ ધારાસભ્યના બકવાસ નિવેદન સામે અમદાવાદની જનતાએ શું દાખવ્યો જોરદાર આક્રોશ ?
Surat: કોરોનાના નવો સ્ટ્રેઈન ખતરનાક, જાણો કેવી થાય છે તકલીફ ? કેવાં લક્ષણો હોય તો આવે છે પોઝિટિવ ?




















