શોધખોળ કરો

Gujarat Rain Update:રાજ્યભરમાં મેઘમહેર, વરસાદની આગાહી વચ્ચે ક્યાં કેટલો વરસ્યો, જાણો અપડેટ

Gujarat Rain Update: હવામાન વિભાગે ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ, જાણીએ અપડેટસ

Gujarat Rain Update: ગુજરાતમાં હાલ મેઘ મહેરની સ્થિતિ યથાવત છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઇ રહી છે તેમજ રાજસ્થાન પર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બંને સિસ્ટમ મજબૂત બનતાં ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. આ સિસ્ટમના કારણે  ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના  વિસ્તાર વરસાદનું પ્રમાણ વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 27 ઓગસ્ટ બાદ ફરી વરસાદ વધશે. ઉલ્લેખનિય છે કે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ?

દાંતા - 2.32 ઈંચ

માળિયા ( મોરબી )- 2.28 ઈંચ

ટંકારા - 2.13  ઈંચ

મોરબી - 1.93  ઈંચ

જામકંડોરણા -  1.93 ઈંચ

ભાણવડ-1.73 ઈંચ

ધ્રાંગધ્રા- 1.54 ઈંચ

કાલાવડ -1.46 ઈંચ

વ્યારા - 1.3 ઈંચ

વાંકાનેર -  1.22 ઈંચ

ગોંડલ-  1.22 ઈંચ

લોધિકા -1.18 ઈંચ

થાનગઢ - 1.14 ઈંચ

ચોટીલા-   1.1 ઈંચ

રાજકોટ- 1.1 ઈંચ

સુરત શહેર-    1.1 ઈંચ

કુકરમુંડા -1.02 ઈંચ

હળવદ- 1.02 ઈંચ

પડધરી -1.02 ઈંચ

રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ

હવામાન વિભાગે આજે  રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતાને જોતા આ જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ અને પાટણ જિલ્લામાં પણ આજે સારો વરસાદ વરસશે,. ભારે વરસાદની શક્યતાને જોતા  યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  દ્વારકા અને પોરબંદરમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, આ બંને જિલ્લામાં પણ  વરસાદનું આજે યલો એલર્ટ અપાયું  છે. ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને અમદાવાદ, ગાંધીનગર,આણંદ અને ખેડા,પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર,વલસાડ, સુરત,નવસારીમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે ઉપરાંક દમણ, દાદરાનગર હવેલીમાં પણ આજે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. આ વિસ્તારમાં પણ  આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

26 ઓગસ્ટથી કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ બંને સિસ્ટમના કારણે 26 ઓગસ્ટ બાદ  ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ 28 બાદ વરસાદ થોડો ધીમો પડશે પરંતુ ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસતો રહેશે.આજના દિવસમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ વરસ્યો, આજે આઠ તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો, આજે વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઈંચ વરસાદ વરસ્યો જ્યારે આજે પારડીમાં ખાબક્યો 3.5 ઈંચ,ભેંસાણમાં  સાડા ત્રણ ઈંચ,ખેરગામમાં  ઈંચ સહિત કુલ 108 તાલુકામાં  વરસાદ વરસ્યો છે. આજે ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ, વંથલીમાં  સવારથી મેઘરાજાએ ધુવાઘાર બેટિંગ કરતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  બપોરના સમયે અમદાવાદમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસતાં વૈષ્ણદેવી સર્કલ, એસજી હાઇવે, પકવાન 4 રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget