શોધખોળ કરો

Valsad: બાળકનો કારમાં સ્ટંટ કરતો વીડિયો પત્નીએ સ્ટેટસમાં મૂક્યો, પતિએ નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો વિગતો

જે યુવકે ફરીયાદ નોંધાવી છે તેની પત્નીએ સાઢુભાઈના ખોળામાં 10 વર્ષના બાળકને બેસાડી અને કાર હંકારી સ્ટંટ કરતો વિડિયો બનાવ્યો હતો.

વલસાડ: વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં એક પતિએ પોતાની જ પત્ની અને સાઢુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે યુવકે ફરીયાદ નોંધાવી છે તેની પત્નીએ સાઢુભાઈના ખોળામાં 10 વર્ષના બાળકને બેસાડી અને કાર હંકારી સ્ટંટ કરતો વિડિયો બનાવ્યો હતો. આ સ્ટંટ કરતો વીડિયો સ્ટેટસમાં મુકવામાં આવ્યો હતો.  પતિએ આ મામલે પત્ની અને તેના સાઢુની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. 

પત્ની વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી

આ સમગ્ર અહેવાલ અંગે વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા જેનીશ  રાઠોડે પારડી પોલીસ સ્ટેશનમાં પોતાની જ પત્ની વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી છે.  આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે,  ઓગસ્ટ મહિનામાં તેની પત્ની ખુશ્બુ અને તેમના સાઢુભાઈ નીરવ ચાવડા કાર લઈને દમણ ફરવા ગયા હતા. જ્યાં તેઓ તેમના 10 વર્ષના બાળકને પણ સાથે લઈ ગયા હતા.

વીડિયો  સ્ટેટસ પર અપલોડ કર્યો

જોકે ત્યારબાદ વલસાડ જિલ્લાની હદમાંથી પસાર થતી વખતે પત્નીએ તેના 10 વર્ષના બાળકને સાઢુભાઈના ખોળામાં બેસાડી અને ત્યારબાદ કાર ચલાવતા હોવાનો સ્ટંટ કરતો વિડીયો રેકોર્ડ કર્યો હતો.  રેકોર્ડ કરવામાં આવેલો આ વીડિયો  સ્ટેટસ પર અપલોડ કર્યો હતો. જોકે 10 વર્ષનું બાળક મસ્તીમાં કાર ચલાવતું હોવાથી બાળકને અને સાથે કારમાં સવાર અન્ય લોકોના જીવને પણ જોખમ હોવાથી પત્ની અને સાઢુભાઈની આ બેદરકારી બદલ તેમને સબક શીખડાવવા પતિએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

પતી-પત્ની છેલ્લા 2 વર્ષથી અલગ રહે છે

પતિએ વિડીયો સાથે પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હવે આ મામલે ચકચાર મચી ગઈ છે. હાલ તો આ ફરિયાદ વલસાડ જિલ્લામાં ચર્ચામાં છે. આ સાથે મહત્વની બાબત એ પણ છે કે આ પતી-પત્ની છેલ્લા 2 વર્ષથી અલગ રહે છે અને બન્ને વચ્ચે હાલ બનતું નથી. 

પતિએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં લખ્યું છે કે તમામ લોકોના જીવ જોખમમાં મૂકાય તે રીતે વીડિયો ઉતારીને તેને વોટ્સએપ સ્ટેટસ પર મૂક્યો હતો. આ પહેલા ફરિયાદ નહોતી કરી પછી પુત્રના ભવિષ્યનો પ્રશ્ન હોય ફરી આવુ કૃત્ય ન કરે તે હેતુથી ઘરના સભ્યો સાથે ચર્ચા કરી આ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ

Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

Embed widget