જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશની આગ ભડકી છે. રૂપાલાની ટિકિટ કાપવા ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે.
Parshottam Rupala: રાજકોટથી ભાજપ ઉમેદવાર રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ કરવામાં આવેલ નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો આક્રોશ વધુ ઉગ્ર બન્યો છે. અમદાવાદ ખાતે રાજપુત સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના ઉમેદવાર રૂપાલા સામે વિરોધ માટે વિવિધ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર આગામી દિવસોમાં દરેક જિલ્લામાં પરસોતમ રૂપાલાનાં પૂતળા દહનનો નિર્ણય લેવાયો છે.
નોંધનીય છે કે, રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશની આગ ભડકી છે. રૂપાલાની ટિકિટ કાપવા ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે. જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી છે. બેઠકમાં હાજર આગેવાનોએ કહ્યું કે, ભાજપ સાથે વાંધો નથી, માત્ર રૂપાલાનો વિરોધ છે. સમાજે નક્કી કર્યું છે કે, રાજકોટ લોકસભામાં રૂપાલાના વિરોધમાં મતદાન કરીશું.
સાથે જ દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજ રૂપાલાના પુતળાનું દહન કરશે. એટલું જ નહીંહાઈકોર્ટમાં પિટિશન કરવાની પણ ક્ષત્રિય સમાજની ચીમકી છે. રૂપાલા નહીં બદલાય તો રાજકોટ કુરક્ષેત્ર બની જશે.
રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા દ્વારા રજવાડાઓને લઈ આપવામાં આવેલા નિવેદનનો જોરદાર વિરોધ થયો હતો. બાદમાં રુપાલાએ માફી માંગી લીધી હતી. તેમ છતા હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગોવાનો એકઠા થયા હતા. પરશોત્તમ રુપાલાએ આ નિવેદન અંગે માફી માંગી લીધી હતી તેમ છતા ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત છે.
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી. રાજકીય ક્ષેત્રે ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા સતત અવગણના થઇ રહી છે તેનો અસંતોષ હોવાની વાત સામે આવી હતી.
રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને ચારિત્ર ઉપર પાયા વિહોણી વાત ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવી તે બાબતને લઈ ક્ષત્રિય સમાજમાં હજુ પણ વિરોધ છે.
પરશોત્તમ રુપાલાએ કહ્યું, ક્ષત્રિય સમાજને નીચો દેખાડવાનો મારો આશય નહોતો, હું દિલથી ક્ષત્રિય સમાજની માફી માંગુ છુ. કોઈની પણ લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરુ છું. વિવાદ બાદ પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.
પરશોત્તમ રુપાલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. જેમાં તેઓ કહી રહ્યા હતા કે, અંગ્રેજો સામે મહારાજાઓ નમ્યા, રોટી - બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહોતો, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે.