શોધખોળ કરો

Banaskantha: શક્તિપીઠ અંબાજીમાં હવે માઈ ભક્તોને નહીં મળે મોહનથાળનો પ્રસાદ, જાણો શું લેવાયો નિર્ણય

બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજીમાં હવે મોહનથાળની જગ્યાએ ચીકીનો સૂકો પ્રસાદ આપવામાં આવશે. સોમનાથ, તિરૂપતિ જેવા મંદિરોમાં સૂકા પ્રસાદની માંગને લઈને કરાયો આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.

બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજીમાં હવે મોહનથાળની જગ્યાએ ચીકીનો સૂકો પ્રસાદ આપવામાં આવશે. સોમનાથ, તિરૂપતિ જેવા મંદિરોમાં સૂકા પ્રસાદની માંગને લઈને કરાયો આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. સૂકા પ્રસાદની રજૂઆતો અને અનેક મંતવ્યો બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. અમુલ અને બનાસ ડેરી સાથે ચીકીના સૂકા પ્રસાદને લઈને વિચાર વિમર્શ ચાલું છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે માઈ ભક્તોને મોહનથાળને બદલે ચીકીનો સુકો પ્રસાદ મળશે.

અમદાવાદમાં બે વર્ષમાં કેટલો દારૂ પકડાયો ?

Gandhinagar: રાજ્યમાં કડક દારૂ બંધીના દાવા વચ્ચે  અમદાવાદમાં દારૂની રેલમછેલ થઈ હતી. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી વિગત પ્રમાણે, અમદાવાદમાંવર્ષ 2021 માં 14,64,666 નો દેશી દારૂ પકડાયો, જ્યારે વર્ષ 2022 માં 15,40,134 નો દેશી દારૂ ઝડપાયો. વર્ષ 2021 માં 2 કરોડ 71 લાખ 98 હજાર 267 નો વિદેશી દારૂ ઝડપાયો, જ્યારે વર્ષ 2022 માં 5 કરોડ 34 લાખ 99 હજાર 739 નો વિદેશી દારૂ ઝડપાયો હતો. તો સરકાર બેસે એ ગાંધીનગર માં પણ દારૂની રેલમછેલ થઈ હતી. 2021માં 24560 નો દેશી દારૂ પકડાયો જ્યારે વર્ષ 2022 માં 30780 નો દેશી દારૂ પકડાયો હતો. 2021માં 13 લાખ 13 હજાર 567 નો વિદેશી દારૂ પકડાયો હતો. વર્ષ 2022માં 10 લાખ 27 હજાર 402નો વિદેશી દારૂ પકડાયો હતો. છેલ્લા 2 વર્ષમાં પ્રોહિબિશનનાં કેસ નાં 360 આરોપી વોન્ટેડ હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો.

વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે ગેસ સિલિન્ડર સાથે રાખી કર્યું વિરોધ પ્રદર્શન

હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના ધારાસભ્યોએ ગેસ સિલિન્ડર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે. એક બાદ એક મુદ્દાઓને લઈ ચર્ચાઓ માટે માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ગૃહમાં રોજગારીનો મુદ્દો ગાજ્યો છે. ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ રોજગારીને લઈને સવાલ પુછ્યો હતો. તેના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. સરકારે ગૃહમાં રાજ્યના 6 જિલ્લામાં 61 હજાર 58  બેરોજગારો નોંધાયા હોવાનું સ્વીકાર્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર સરકારે  રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારના આંકડા જાહેર કર્યા હતાં. તે ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ નોંધાયેલા બેરોજગારીના આંકડા રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં  જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ,ગાંધીનગર,જૂનાગઢ અને બનાસકાંઠા જિલ્લામાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ બેરોજગારો નોંધાયા.

જામનગર જિલ્લામાં શિક્ષિત બેરોજગારો 8 હજાર 684 જ્યારે અર્ધશિક્ષીત 910 બેરોજગાર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષિત બેરોજગારો  2 હજાર 339  અને 97 અર્ધશિક્ષિત બેરોજગાર, જૂનાગઢ જિલ્લામાં 10 હજાર 323 બેરોજગાર જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 9 હજાર 956 બેરોજગારો, અમદાવાદ જિલ્લામાં 4 હજાર 30 શિક્ષિત બેરોજગારો જ્યારે 379 અર્ધશિક્ષિત બેરોજગારો, અમદાવાદ શહેરમાં 12 હજાર 282 શિક્ષિત બેરોજગારો જ્યારે 1205 અર્ધશિક્ષિત બેરોજગારો, ગાંધીનગર જિલ્લામાં 3 હજાર 707 શિક્ષિત બેરોજગારો જ્યારે 617 અર્ધશિક્ષીત બે રોજગારો, ગાંધીનગર શહેરમાં 2 હજાર 291 શિક્ષિત બેરોજગાર અને 114 અર્ધશિક્ષીત બેરોજગારો નોંધાયા છે.

વિધાનસભામાં કોંગ્રેસના સવાલના જવાબમાં અમદાવાદ જિલ્લામાં  વર્ષ 2021માં 3704 અને વર્ષ 2022માં 5616 યુવાઓને, અમદાવાદ શહેરમાં વર્ષ 2021માં 27,058 અને વર્ષ 2022 માં 37,596 યુવાઓને, ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2021માં 3682 યુવાનો, વર્ષ 2022માં 5528 યુવાનો, ગાંધીનગર શહેરમાં વર્ષ 1855 યુવાનો અને વર્ષ 2022 માં 2454 યુવાઓને રોજગારી આપવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget