બોરસદ ભાજપમાં ભડકો! બે કાઉન્સિલરોને જેલમાં મોકલવામાં આવતા સામુહિક રાજીનામાંની ચીમકી
એક તરફ રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ રાજકીય પાર્ટીમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. હવે બોરસદ ભાજપમાં ભડકો થયો છે. સાંસદ વિરુદ્ધ ટિપ્પણી કરવા મામલે બે કાઉન્સિલરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.
આણંદ: એક તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ રાજકીય પાર્ટીમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. હવે બોરસદ ભાજપમાં ભડકો થયો છે. ફેસબુક પર સાંસદ વિરુદ્ધ ટિપ્પણી કરવા મામલે બે કાઉન્સિલરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. બન્ને ભાજપના કાઉન્સિલરોની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ કોર્ટે જામીન ફગાવતા બન્ને કાઉન્સિલરો જેલમાં મોકલવામાં આવ્યા છે. કાઉન્સિલરો વિરુદ્ધ કડક કાર્યવાહી થતા ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. નગરસેવકોની ધરપકડથી બોરસદ ભાજપમાં સામુહિક રાજીનામાંની ચીમકી આપવામાં આવી છે.
માર્કશીટમાં ફરી છબરડો! ભિલોડામાં વિદ્યાર્થિનીને ગુજરાતીમાં 160માંથી 173 માર્ક્સ મળતા અનેક સવાલો ઉઠ્યા
અરવલ્લી: રાજ્યમાં ફરી માર્કશીટમાં છબરડો સામે આવ્યો છે. ભિલોડાની જાબ ચિતરીયા પ્રા.શાળા-02માં છબરડો સામે આવ્યો છે. ધોરણ 8ની વિદ્યાર્થિનીને કુલ માર્ક્સ કરતા વધુ માર્ક્સ અપાયા છે. ગુજરાતી વિષયમાં કુલ 160માંથી 173 માર્ક્સ આવતા વિદ્યાર્થિની સહિત અન્ય લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં પણ 160 માંથી આવ્યા 171 માર્ક્સ આવ્યા હતા. વાર્ષિક પરિણામની અંદર મોટો છબરડો જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ માર્કશીટમાં પ્રિન્ટિંગમાં ભૂલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
થરાદમાં ધોરણ આઠના વિદ્યાર્થીને અંગ્રેજીમાં 160માંથી 165 ગુણ મળ્યા
થરાદઃ બનાસકાંઠામાં થરાદ તાલુકાની પ્રાથમિક શાળામાં પરિણામમાં ગોટાળા થયાનો ખુલાસો થયો છે.મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના થરાદની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામમાં બાળકને અંગ્રેજીમાં 160માંથી 165 ગુણ અપાયા હતા.તો સામાજિક વિજ્ઞાનમાં 160માંથી 174 ગુણ અને અંગ્રેજીમાં પણ 160માંથી 165 ગુણ આપવામા આવ્યા હતા. પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ હોય છતાં 160 કરતા વધુ ગુણ અપાતા બેદરકારી સામે આવી છે.
આ પરિણામના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. આશ્વર્યની વાત તો એ છે કે પરિણામ વર્ગ શિક્ષકે તૈયાર કર્યા બાદ આચાર્યએ સહી સિક્કા પણ કર્યા હતા. આ મામલે ડીપીઇઓએ કહ્યું હતું કે તાત્કાલિક સ્કૂલના શિક્ષક અને આચાર્યને આ મામલે ખુલાસા માટે બોલાવ્યા છે.