Crime News: દાહોદના ડુંગરીમાં ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ બે સંતાનોની ગળું દબાવી હત્યા કરી, ખુદ પણ કર્યો આપઘાતનો પ્રયાસ
દાહોદના ડુંગરીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ડુંગરીમાં પિતાએ કરી પુત્ર અને પુત્રીની હત્યા કરી છે.
Dahod News: દાહોદના ડુંગરીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ડુંગરીમાં પિતાએ કરી પુત્ર અને પુત્રીની હત્યા કરી છે. ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ તેના બન્ને સંતાનની ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વહેલી સવારે બન્ને સંતાનનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ પોતે ઝાડ ઉપર લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મૃતકમાં 12 વર્ષીય બાળકી અને 7 વર્ષીય બાળકની હત્યા કરી છે. યુવકે સ્યુસાઈડ નોટ લખી છે. લીમડી પોલીસે આરોપી પિતાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. બન્ને બાળકોના મૃતદેહ ને પી.એમ અર્થે ખસેડાયા છે.
રાજકોટમાં માતાએ બે સંતાનોને ઉતાર્યા મોતને ઘાટ
રાજકોટમાં ચકચારી ઘટના બની છે. શહેરમાં માતાએ જ પોતાના બે બાળકોની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના આંબેડકર નગરમાં બોલાચાલીમાં મહિલાએ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટના એસ.ટી.વર્કશોપ પાછળ આવેલા આંબેડકર નગરમાં રહેતા મનીષા પરમારે પોતાના પાંચ વર્ષના પુત્ર ભાર્ગવ અને છ માસની પુત્રી ઇસીતાની હત્યા કરી હતી. બાદમાં તેમણે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે માલવિયાનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મનીષાબેનને તેમના પતિ સાગર સાથે બોલાચાલી થતા આ પગલુ ભર્યાની આશંકા છે.
સુરતના વેસુના કાપડ વેપારીને હની ટ્રેપમાં કેવી રીતે ફસાવવામાં આવ્યો ?
સુરતના વેસુના કાપડ વેપારીને હની ટ્રેપમાં ફસાવી પોલીસના નામે 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતના વેસુના કાપડ વેપારીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. ‘બજારમાં નવી છોકરી આવી છે' એમ કહીને વેપારીને વોટ્સએપ ઉપર છોકરીના ફોટા મોકલ્યા હતા. આ મામલે પોલીસે બે રીઢા આરોપીને ઝડપ્યા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતના વેસુના કાપડના વેપારીને હનીટ્રેપમાં ફસાવીને પિયુષ ઉમેશ વોરા અને નિકુલ પરષોત્તમ સોલંકીએ 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ કેસમાં હનીટ્રેપનો માસ્ટર માઇન્ડ શિવરાજ લાલુ વોન્ટેડ છે. આ કેસમાં પોલીસે બે આરોપી પિયુષ વોરા અને નિકુલ સોલંકીને ઝડપી લીધા હતા. આ ગેંગ અગાઉ પણ ઝડપાઇ ચૂકી છે. આ ટોળકી ૨૦૨૦માં પૂણા પોલીસ મથકમાં હની ટ્રેપ ગોઠવી લૂંટ કરવાના ગુનામાં ઝડપાઇ ચૂકી છે.