શોધખોળ કરો

આગામી 7 દિવસમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ થઈ શકે છે.

ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ થઈ શકે છે. આજે અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે હળવો વરસાદ રહેશે જ્યારે કાલથી શરુ થતાં અઠવાડિયામાં પણ સતત સામાન્ય વરસાદ થતો રહેશે. નવા અઠવાડિયાના અંતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાની બે સિસ્ટમ સક્રિય થવાને પગલે આગામી ત્રણ દિવસમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આમ, આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ જામે તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર છત્તીસગઢમાં સર્જાયેલું ડિપ્રેશન ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેની આસપાસ પહોંચ્યું છે. જે હવે પશ્ચિમ-ઉત્તર તરફ ધપશે અને આગામી 48 કલાકમાં નબળું પડશે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીથી મધ્ય પ્રદેશ સુધી સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. આ બંને સિસ્ટમને લીધે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આવતીકાલે સવારના સમયે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદનું પ્રભુત્વ રહેશે. ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણામાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. કારણ કે હાલ બે સિસ્ટમ ગુજરાત પર સક્રિય હોવાના કારણે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. 11 ઓગસ્ટ એટલે આજે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર બન્યું છે. જે મધ્યપ્રદેશથી પસાર થઈને ગુજરાત આવી પહોચ્યું છે. જેની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશન પણ રાજ્ય પર સક્રિય છે જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ત્યારે હજી પણ અગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget