TAPI : તાપી નદીમાં આવેલ ટાપુ પર તિરંગો લેહરાવવામાં આવ્યો, જુઓ વિડીયો
Har Ghar Tiranga : આ ટાપુ ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલો છે.
![TAPI : તાપી નદીમાં આવેલ ટાપુ પર તિરંગો લેહરાવવામાં આવ્યો, જુઓ વિડીયો Independence Day 2022 The indian tricolor was hoisted on an island in Tapi River TAPI : તાપી નદીમાં આવેલ ટાપુ પર તિરંગો લેહરાવવામાં આવ્યો, જુઓ વિડીયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/13/3324729ce2149eb95b7143769e76a3621660398247241392_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Independence Day 2022 : 15 ઓગષ્ટે આઝાદીના 75 વર્ષ પુરા થઇ રહ્યાં છે ત્યારે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ભારતમાં જલ-થલ અને નભમાં ભારતનું ગર્વ એવો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અને લહેરાવવામાં આવી રહ્યો છે, ત્યારે તાપી નદીના એક ટાપુ પર પણ તિરંગો લહેરાવવામાં આવ્યો છે.
તાપી નદી પર બનાવેલા ઉકાઈ ડેમમાં ઉચ્છલના સેલુડ ગામે તાપી નદીમાં આવેલ ટાપુ પર તિરંગો લેહરાવવામાં આવ્યો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચાલી રહેલા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય ધ્વજ લેહરાવયો. વનવિભાગ દ્વારાતાપી નદીમાં આવેલ ટાપુ પર રાષ્ટ્રીય ધ્વજ લેહરાવવામાં આવ્યો છે. આ ટાપુ ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલો છે. જુઓ આ વિડીયો -
તાપી નદીમાં આવેલ ટાપુ પર તિરંગો લેહરાવવામાં આવ્યો#HarGharTiranga #IndependenceDay2022 #Tapi #India #Gujarat pic.twitter.com/TR1P91xLvT
— ABP Asmita (@abpasmitatv) August 13, 2022
હર ઘર તિરંગા અભિયાન શું છે?
તિરંગા અભિયાન દ્વારા સરકાર ભારતમાં દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવાની યોજના ધરાવે છે. આ માટે સરકારે 20 કરોડ મકાનોનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકાર 13 થી 15 ઓગસ્ટ વચ્ચે ભારતના લોકો સાથે આ લક્ષ્યને હાંસલ કરવાની યોજના ધરાવે છે.
આજે દરેક ઘરમાં તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે પરંતુ એક સમય હતો જ્યારે દરેક ઘરમાં તિરંગો લહેરાવી શકાતો ન હતો. આવા ઘણા ફેરફારો થયા જેના પછી સામાન્ય માણસ ઘર, ઓફિસ અને શાળાઓમાં તિરંગો ફરકાવી શકે. 2002માં ફ્લેગ કોડમાં ફેરફાર બાદ સામાન્ય માણસને આ અધિકાર મળ્યો. આજે જ્યારે દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવાની વાત ચાલી રહી છે ત્યારે આવી સ્થિતિમાં અમે જણાવી રહ્યા છીએ ફ્લેગ કોડની જોગવાઇઓ વિશે.
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના ક્લોઝ 2.1 મુજબ, દરેક વ્યક્તિને જાહેર, ખાનગી અથવા શૈક્ષણિક સંસ્થામાં ત્રિરંગો ફરકાવવાની સ્વતંત્રતા છે. જો કે, તિરંગો લહેરાવતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 1971ના Prevention Of Insults To National Honour Act હેઠળ કેટલાક નિયમો છે જેને બધાએ ધ્યાનમાં રાખવા જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)