(Source: ECI/ABP News/ABP Majha)
India's Techade: ધોલેરા અને સાણંદમાં આજે સેમી સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન, PM મોદી વર્ચ્યુઅલી રહેશે ઉપસ્થિત
India's Techade: ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ સુવિધાઓ ગુજરાતના ધોલેરા, સાણંદ અને આસામના મોરીગાંવમાં સ્થાપિત કરવામાં આવશે.
India's Techade: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ઇન્ડિયાઝ ટેકેડ: ચિપ્સ ફોર વિકસિત ભારત' કાર્યક્રમ દરમિયાન આશરે 1.25 લાખ કરોડના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ સુવિધાઓ ગુજરાતના ધોલેરા, સાણંદ અને આસામના મોરીગાંવમાં સ્થાપિત કરવામાં આવશે.
PM Shri @narendramodi's public programmes via video conferencing on 13th March, 2024.
— BJP (@BJP4India) March 12, 2024
Watch live:
📺https://t.co/ZFyEVlesOi
📺https://t.co/vpP0MIos7C
📺https://t.co/lcXkSnOnsV
📺https://t.co/4XQ2GzrhRl pic.twitter.com/iAPL0RQQnh
આ પ્રસંગે તેઓ દેશભરના યુવાનોને પણ સંબોધિત કરશે. કેન્દ્રીય યુનિવર્સિટીઓ, IITs, NITs, IIMs, IISERs, IISc અને અન્ય ટોચની સંસ્થાઓ સહિત 1814 સંસ્થાઓના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ભાગ લેશે.
13th March 2024 - a special day in India's efforts to become a hub for semiconductors. Tomorrow, will take part in the ‘India’s Techade: Chips for Viksit Bharat’ programme and lay the foundation stones for three semiconductor facilities worth over Rs. 1.25 lakh crore.
— Narendra Modi (@narendramodi) March 12, 2024
Among the… pic.twitter.com/0OQg4k4DjZ
આ પ્રોજેક્ટ સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમને મજબૂત કરશે. આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર પ્રદાન કરશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતને અગ્રેસર બનાવવા માટે સેમિકન્ડક્ટર સુવિધાઓ બનાવવા માટે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની સ્થાપના કરી છે. આ પહેલથી દેશના યુવાનો માટે રોજગારીની તકો વધવાની અપેક્ષા છે.
કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓ ભાગ લેશે
પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે સેમિકન્ડક્ટર્સનું મુખ્ય કેન્દ્ર બનવાના ભારતના પ્રયાસોમાં આ એક ખાસ દિવસ હશે. આ કાર્યક્રમમાં 60,000 થી વધુ સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે.
પીએમએ યુવાનોને કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે પીએમ મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંચિત વર્ગના ઉદ્યોગસાહસિકોને લોન સહાય માટે આઉટરીચ પ્રોગ્રામમાં પણ ભાગ લેશે.
પીએમ આપશે એક લાખ ઉદ્યોગ સાહસિકોને લોન સહાયની મંજૂરી
તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. તેઓ વડાપ્રધાન સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ (PM-SURAJ) રાષ્ટ્રીય પોર્ટલની પણ શરૂઆત કરશે અને દેશના વંચિત વર્ગોના એક લાખ ઉદ્યોગ સાહસિકોને લોન સહાયની મંજૂરી આપશે. વડાપ્રધાન નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (નમસ્તે) હેઠળ સફાઇ મિત્રો (ગટર અને સેપ્ટિક ટાંકી કામદારો)ને આયુષ્માન હેલ્થ કાર્ડ અને PPE કીટનું પણ વિતરણ કરશે.