(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની ચેન તોડવા લોકડાઉન જરૂરી, રાજ્યમાં એક સપ્તાહ લોકડાઉન લાદવાની કોણે કરી માંગ ? જાણો
IMA સુરતના પ્રમુખ હિરલ શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી ( CM Vijay Rupani)ને રજુઆત કરી છે કે, રાજ્યમાં વણસી રહેલી સ્થિતિને જોતા એક સપ્તાહનું લોકડાઉન જરૂરી છે.
સુરત: રાજ્યમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસે દિવસે કોરોનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે. ત્યારે આ સ્થિતિને જોતા ઇન્ડિયન મેડીકલ એસોસિએશને (IMA) એક સપ્તાહના લોકડાઉનની માંગ કરી છે. IMA અનુસાર કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન જરૂરી છે.
IMA સુરતના પ્રમુખ હિરલ શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી ( CM Vijay Rupani)ને રજુઆત કરી છે કે, રાજ્યમાં વણસી રહેલી સ્થિતિને જોતા એક સપ્તાહનું લોકડાઉન જરૂરી છે. સુરત (Surat)માં કોઈપણ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડની વ્યવસ્થા નથી. જો આવી જ સ્થિતિ રહી તો તેના ગંભીર પરીણામો ભોગવવા પડશે. બેકાબૂ કોરોનાની ચેન તોડવા માટે ફરજિયાત લોકડાઉન કરવાની જરૂર છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
બુધવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 85,29,083 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,03,465 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 97,32,548 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
14 એપ્રિલ |
7410 |
73 |
13 એપ્રિલ |
6690 |
67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
59,972 |
476 |
રેમડેસિવિર મુદ્દે કોર્ટે રૂપાણી સરકારને ખખડાવી ? જાણો શું કહ્યું