જૂનાગઢ: કેશોદ નજીક ઈનોવા કાર પલટી જતા ત્રણ લોકોના મોત
જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક મંગલપુર બાયપાસ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઈનોવા કાર પલટી જતા આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક મંગલપુર બાયપાસ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઈનોવા કાર પલટી જતા આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કુલ 7 લોકો નવસારીથી સોમનાથ દર્શને જતા હતા. ત્યારે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે કુલ 7 લોકો નવસારીથી સોમનાથ દર્શને જતા હતા. ત્યારે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ડ્રાઇવર સહિત પિતા-પુત્રનું મોત નિપજ્યું હતું. હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
રાજ્યમાં એક તરફ દિવાળી અને તહેવારોનો માહોલ જામ્યો છે, તો બીજી તરફ મોટા પ્રમાણમાં ભાવિકભક્તો ગિરનાર અને સોમનાથ દર્શન કરવા જતા હોય છે. કેશોદના મંગલપુર બાયપાસ ચોકડી નજીક એક ઈનોવા કાર પસાર થતા સમયે પલટી મારી છે. કારચાલકે કાબુ ગુમાવતા આ ઘટના ઘટી છે.કારનું આગળનું વ્હીલ નીકળી જતા આ સમગ્ર ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ કારમાં કુલ 7 લોકો સવાર હતા જેમાંથી એક કારચાલક અને પિતા-પુત્ર સહીત કુલ ત્રણ લોકોના મોત થયા છે, જયારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ 7 લોકોનો પરિવાર સોમનાથ મહાદેવના દર્શનાર્થે જતા હતા અને રસ્તામાં આ ગમખ્વાર અકસ્માત થયો છે.
કેશોદની મંગલપુર બાયપાસ ચોકડી પાસે પહોંચતા વાહનચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા ઇનોવા કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં ડ્રાઈવર સહિત પિતા-પુત્રના મોત થયા હતા જ્યારે 4 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ કારમાં કુલ 7 લોકો સવાર હતા જેમાંથી એક કારચાલક અને પિતા-પુત્ર સહીત કુલ ત્રણ લોકોના મોત થયા છે, જયારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.