સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસશે.
ગાંધીનગર: હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસશે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે. આજે દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં મૂશળધાર વરસાદ વરસશે. આવતીકાલે અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, બાનસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની કરાઈ આગાહી
23 જુલાઈના અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને આણંદ જિલ્લામાં જળબંબાકાર થશે. જ્યારે 24 જુલાઈના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આગામી 24 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો જોર યથાવત રહેશે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ,મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે,ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ 24 તારીખ સુધી વરસાદનું જોર થાવત રહેશે. 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
અંબાલાલના અનુમાન મુજબ વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થશે. 4 ઓગસ્ટ થી અરબ સાગરમાં ડીપ ડીપ્રેસનો સર્જાશે, જેના પગલે ફરી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે. ઓગસ્ટના મધ્ય સુધી રાજ્યમાં વરસાદ વિરામ લે તેવા સંકેતો નહિવત છે.
ત્રીજા રાઉન્ડ જોરદાર વરસાદ વરસી રહ્યો છે
રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડ જોરદાર વરસાદ વરસી રહ્યો થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને ઘેડ પંથકમાં પણ ધોધમાર વરસાદથી લોકોના જીવન પર અસર પડી છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.