શોધખોળ કરો

Gujarat Rain: કાલથી વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 

રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ  વધુ એક આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ  વધુ એક આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં કાલથી વરસાદની આગાહી કરવામાં આવી છે.  20 અને 21 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગ દ્વારા  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.  દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 20 અને 21 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી સ્વચ્છ આકાશ જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી હશે તે અંગેની આગાહી કરી છે.

હવામાન વિભાગ અનુસાર, કોઇ વરસાદની સિસ્ટમ સક્રીય નથી જેના કારણે ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે.  આવતીકાલથી 20 અને 21મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં  હળવાથી સામાન્ય વરસાદની  આગાહી છે. વલસાડ, તાપી, નવસારી,ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.  

સૌથી વધારે વરસાદ કચ્છમાં વરસ્યો છે

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 68.19 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 86.68 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.09 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.24 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 50.98 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 48.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

પંજાબ હરિયાણામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

પંજાબ અને હરિયાણામાં આજે હવામાન સ્વચ્છ રહેશે. જો કે 20 થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. અહીં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પહાડી રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

પહાડી વિસ્તારોમાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં 20 થી 22 ઓગસ્ટ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં 20 અને 21 ઓગસ્ટે વરસાદની સંભાવના છે. આ અંગે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

જાણો યુપી અને રાજસ્થાનની સ્થિતિ

22 ઓગસ્ટ સુધી પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં હવામાન સ્વચ્છ રહેશે. પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પૂર્વ અને પશ્ચિમ યુપીમાં ભારે વરસાદની સંભાવના છે. આ અંગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવું જ હવામાન ઉત્તર પ્રદેશમાં 22 ઓગસ્ટ સુધી રહેશે.

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
Embed widget