શોધખોળ કરો

Gandhinagar: પાણી બચાવવા સરકારની નવી પહેલ, હવે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી થઈ શકશે 'જળસંચય'

ગાંધીનગર: જળસંગ્રહ ક્ષમતા વધારવાના, "કેચ ધ રેઈન" દ્વારા ભૂગર્ભ જળસંગ્રહમાં વધારો અને રેઈન વૉટર હાર્વેસ્ટિંગના વિકાસના કામ માટે રૂ.૫૦ લાખની જોગવાઈ.

ગાંધીનગર: વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ધારાસભ્યઓ પોતાના મતવિસ્તારમાં સામૂહિક વિકાસના મહત્વના નાના કામો માટે દરેક ધારાસભ્યને મતવિસ્તાર દીઠ ચોક્કસ વાર્ષિક રકમ ફાળવવાની યોજનામાં વર્ષ ૨૦૨૫-૨૬થી વધારો કરીને  રૂ.૨.૫૦ કરોડ કરવામાં આવ્યો છે. આ ગ્રાન્ટમાંથી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો કરવાની સૂચી તૈયાર કરવામાં આવી છે જેમાં “જળસંચય”ના કામો ઉમેરવામાં આવ્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળ એ જ જીવનના સૂત્રના મહત્વને સમજીને “જળસંચય”ને પ્રાઘાન્ય આપ્યું છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તેમજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં જિલ્લામાં જળસંચયને લગતા વિકાસ કાર્યો વધુ સારી રીતે થઈ શકે તેવા હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે હેઠળ ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી જળસંગ્રહ ક્ષમતા વધારવાના અને "કેચ ધ રેઈન" દ્વારા ભૂગર્ભ જળસંગ્રહમાં વધારો થાય, રેઈન વૉટર હાર્વેસ્ટિંગ થાય તેવા સામુહિક વિકાસના કામો માટે રૂ.૫૦ લાખની લઘુત્તમ રકમ વપરાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગામ તળાવો અને સીમ તળાવો ઊંડા અને છીદ્રાળુ કરવાની કામગીરીમાં લોકફાળા પેટે જરૂરી રકમ સામે ખૂટતી રકમ ધારાસભ્ય ઓની ગ્રાન્ટમાંથી ૧૦ ટકાની મર્યાદામાં ફાળવી શકાશે. જળસંચયના સૂચવાયેલા વિકાસ કાર્યોમાં એક કામ માટે રૂ. ૫ લાખની  નાણાકીય મર્યાદા નક્કી કરવામાં આવી છે. 

ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી સૂચવી શકે તેવા વધારાના કામોની અદ્યતન સુચીમાં “જળસંચય"ના કામોની સૂચી તૈયાર કરવામાં આવી છે. જેમાં ગામના તળાવોને ઊંડા કરવાના તથા તળાવમાં પાણી ભરવા માટેના વોકળા, ગટર, નાળીયા ઊંડા ઉતારવાના અને સિંચાઈના કામ, ચેકડેમના કામ, સરકારી બિલ્ડીંગ ઉપર વરસાદી પાણીના સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટીંગને લગતા કામ, ગામના પીવાના પાણીના કુવા ઊંડા ઉતારવા, બાંધવા તથા પાણીનો પીવા માટે ઉપયોગ કરવાલક્ષી સુધારણાના કામો કરવામાં આવશે.

આ ઉપરાંત કૂવા રીચાર્જીંગના કામ, દુષ્કાળ સમયે શરૂ થયેલ પીવાના પાણીના તળાવો સેઈફ સ્ટેજે લાવવા, પાણીની ટાંકીના નવા કામ, વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે વોટર રીચાર્જ સ્ટ્રક્ચરને લગતા કામ, ભૂગર્ભ જળસંગ્રહના સ્ટ્રક્ચરને લગતા કામો જેવા કે ભુગર્ભ ટાંકી અને તેને લગતી આનુષાંગીક કામ, WTP/STP ના રીપેરીંગ તેમજ તેને લગત આનુષાંગીક કામગીરી, સ્ટોર્મ વોટર ડ્રેઈનના કામ, તળાવના પાળાં અને વેસ્ટ વિયરના મજબુતીકરણના કામ, ચેકડેમ રીપેરીંગ, ચેકવોલ તથા નહેરોની મરામતની કામગીરીનો સૂચિમાં સમાવેશ કરાયો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Embed widget