Gujarat Rain: આજે સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધી ક્યાં કેટલો પડ્યો વરસાદ ? અહીં જુઓ આંકડા
Gujarat Rain Alert: વરસાદની વાત કરીએ તો, આજે સૌથી વધારે વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં 1 ઇંચથી વધુ ખાબક્યો હતો, આ સિવાય સાવરકુંડલા અને ઉમરપાડામાં 1-1 ઇંચથી વધુ પડ્યો હતો. અહીં જુઓ..

Gujarat Rain Alert: ગુજરાતમાં બે-ચાર દિવસથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે, રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. આજે સવારથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોરદાર ઝાપટા પડ્યા હતા. ખાસ વાત છે કે, હજુ સુધી ઉનાળાની સિઝને વિદાય લીધી નથી છતાં વરસાદ આખા ગુજરાતને ઘમરોળી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે આજે આખા દિવસ દરમિયાન પડેલા વરસાદના આંકડા જાહેર થયા છે. જાણો સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ક્યાં કેટલો ખાબક્યો વરસાદ.
વરસાદની વાત કરીએ તો, આજે સૌથી વધારે વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં 1 ઇંચથી વધુ ખાબક્યો હતો, આ સિવાય સાવરકુંડલા અને ઉમરપાડામાં 1-1 ઇંચથી વધુ પડ્યો હતો. અહીં જુઓ...
રાજ્યમાં સવારે છથી સાંજના ચાર વાગ્યા સુધી 47 તાલુકામાં વરસ્યો વરસાદ
આજના દિવસમાં ભરૂચના અંકલેશ્વરમાં સૌથી વધુ 2.09 ઈંચ વરસાદ
આજના દિવસમાં સાવરકુંડલામાં 1.54 ઈંચ વરસાદ
આજના દિવસમાં ઉમરપાડામાં 1.46 ઈંચ, તાલાલામાં 1.38 ઈંચ વરસાદ
આજના દિવસમાં હાંસોટમાં 1.18 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 0.98 ઈંચ વરસાદ
આજના દિવસમાં જેસરમાં 0.87 ઈંચ,માળિયા હાટીનામાં 0.63 ઈંચ વરસાદ
આજના દિવસમાં સુરત શહેરમાં 0.63 ઈંચ, તળાજામાં 0.59 ઈંચ વરસાદ
આજના દિવસમાં ભરૂચમાં 0.55 ઈંચ, બારડોલીમાં 0.55 ઈંચ વરસાદ
આજના દિવસમાં ધારીમાં 0.51 ઈંચ, રાજુલામાં 0.43 ઈંચ વરસાદ
આજના દિવસમાં સોનગઢમાં 0.43 ઈંચ, ડોલવણમાં 0.35 ઈંચ વરસાદ
આજના દિવસમાં ખાંભામાં 0.31 ઈંચ, જલાલપોરમાં 0.31 ઈંચ વરસાદ
આજના દિવસમાં લીલીયામાં 0.28 ઈંચ, ગારીયાધારમાં 0.20 ઈંચ વરસાદ
હવામાન વિભાગ ઉપરાંત આગાહીકાર અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માવઠાની મોટી આગાહી કરી છે, રાજ્યના માથે હજુ પણ યથાવત સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. 21 મે સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આંધી વંટોળની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 21 તારીખથી હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. 25 થી 31મે સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, વાતાવરણમાં મોટો પલટો આવવાને કારણે લોકોને ગરમીથી રાહત મળશે. 21 મેથી હવામાનમાં મોટો પલટો આવશે. જેને કારણે ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થઈ જશે. તેમણે કહ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની આવવાની શક્યતા છે. હાલમાં પણ આંધી વંટોળની શક્યતા છે. 24 મે થી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. 28 મે થી 31 મે વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો હોવાથી 25 થી 31 સુઘી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આ સમયે મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાતની અસર મોટાભાગના ગુજરાતમાં થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છેય 5-6 જૂનમાં રાજ્યમાં અણધારો વરસાદ થવાની શક્યતા છે.





















