શોધખોળ કરો
Advertisement
જામનગરઃ પોલીસ કોન્સ્ટેબલે પત્ની સાથે કરી લીધી આત્મહત્યા, 3 મહિનાનો દીકરો બન્યો અનાથ
પતિ-પત્નીએ આપઘાત કરી લેતા 3 મહિનાનો દીકરો નોંધારો બની ગયો છે. આ અંગે જામનગર સિટી સી પોલીસ સ્ટેશને ગુનો નોંધી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.
જામનગરઃ શહેરના પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવકે પત્ની સાથે આપઘાત કરી લેતા સમગ્ર પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે સોમવારે રાત્રે પોલીસ હેડક્વાર્ટરમાં બંનેએ આપઘાત કરી લીધો હતો. પોલીસ કોન્સ્ટેબલનું નામ ભરત જાદવ અને પત્નીનું નામ જાગૃતિબેન જાદવ હોવાનું સામે આવ્યું છે.
પતિ-પત્નીએ આપઘાત કરી લેતા 3 મહિનાનો દીકરો નોંધારો બની ગયો છે. આ અંગે જામનગર સિટી સી પોલીસ સ્ટેશને ગુનો નોંધી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. જોકે, આ આત્મહત્યાના પ્રકરણમાં કોઈ સૂસાઇડ નોટ મળી નથી, જેથી હજુ સુધી આપઘાત પાછળનું કોઇ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement