શોધખોળ કરો

Junagadh: જૂનાગઢ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દોષિત જાહેર, કેટલી મળી સજા?

સરકારી અધિકારીની ફરજમાં અડચણ ઊભી કરવા અને હુમલાના આરોપોને લઈને નોંધાયેલા કેસમાં કોર્ટે બંને સામે એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જૂનાગઢ કોર્ટે કિરીટ પટેલ, દિલાવર ધંધુકિયાને દોષિત ઠેરવ્યા છે.
  • સરકારી અધિકારીની ફરજમાં અડચણ બદલ એક વર્ષની સાદી કેદ.
  • PGVCL અધિકારીની ફરિયાદ, CCTV ફૂટેજ મહત્વના પુરાવા બન્યા હતા.
  • આ ચુકાદો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જૂનાગઢની એડિશનલ કોર્ટે ચર્ચાસ્પદ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને દિલાવર ધંધુકિયાને દોષિત જાહેર કર્યા છે. સરકારી અધિકારીની ફરજમાં અડચણ ઊભી કરવા અને હુમલાના આરોપોને લઈને નોંધાયેલા કેસમાં કોર્ટે બંન્નેને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. કેસ દરમિયાન રજૂ કરાયેલા CCTV ફૂટેજ, દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી અધિકારીઓ અને સાક્ષીઓના નિવેદનોને કોર્ટે મહત્વપૂર્ણ આધાર માન્યા હતા. જૂનાગઢની એડિશનલ કોર્ટે સરકારી અધિકારીની ફરજમાં અડચણ ઊભી કરવા બદલ નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં કોર્ટે પુરાવા ધ્યાને લઈને આ ચુકાદો સંભળાવ્યો છે.

PGVCLના અધિકારીની ફરિયાદ પરથી નોંધાયો હતો કેસ

આ સમગ્ર મામલો PGVCLના અધિકારી હસમુખભાઈ સાવલિયાની ફરિયાદ બાદ સામે આવ્યો હતો. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કિરીટ પટેલ અને દિલાવર ધંધુકિયાએ સરકારી ફરજ બજાવી રહેલા અધિકારીના કામમાં દખલગીરી કરી હતી અને ફરજમાં અડચણ ઊભી કરી હતી. આ ફરિયાદના આધારે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની (IPC) વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોર્ટમાં રજૂ કરાયા CCTV સહિતના મજબૂત પુરાવા

કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરફથી કોર્ટ સમક્ષ ઘટનાના CCTV ફૂટેજ સહિત અનેક દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ સરકારી અધિકારીઓ અને અન્ય સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. કોર્ટે આ તમામ પુરાવાઓને વિશ્વસનીય અને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.લાંબી કાનૂની પ્રક્રિયા બાદ એડિશનલ C.J.M. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે કોર્ટે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને દિલાવર ધંધુકિયાને દોષિત જાહેર કર્યા હતા.

રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો ચુકાદો

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ જેવા રાજકીય પદ પર રહી ચૂકેલા નેતા સામે કોર્ટ દ્વારા દોષિત જાહેર કરીને સજા ફટકારવામાં આવતા જૂનાગઢ સહિત રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં આ ચુકાદો ચર્ચાનો વિષય બન્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં અંતે એડિશનલ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં સમગ્ર ઘટનાક્રમ ફરી ચર્ચામાં આવ્યો છે.                                              

Frequently Asked Questions

જૂનાગઢની એડિશનલ કોર્ટે કોને દોષિત જાહેર કર્યા અને શા માટે?

કોર્ટે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને દિલાવર ધંધુકિયાને સરકારી અધિકારીની ફરજમાં અડચણ ઊભી કરવા અને હુમલા બદલ દોષિત જાહેર કર્યા છે.

આ કેસમાં દોષિત ઠરેલા આરોપીઓને શું સજા ફટકારવામાં આવી છે?

કોર્ટે કિરીટ પટેલ અને દિલાવર ધંધુકિયાને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.

કોર્ટે આ ચુકાદો કયા પુરાવાના આધારે આપ્યો?

કોર્ટે CCTV ફૂટેજ, દસ્તાવેજી પુરાવા અને સરકારી અધિકારીઓ તેમજ સાક્ષીઓના નિવેદનોને મહત્વપૂર્ણ આધાર માન્યા હતા.

આ કેસમાં ફરિયાદ કોણે નોંધાવી હતી?

PGVCLના અધિકારી હસમુખભાઈ સાવલિયાએ કિરીટ પટેલ અને દિલાવર ધંધુકિયા સામે સરકારી ફરજમાં દખલગીરી બદલ ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget