શોધખોળ કરો

Junagadh: મહાશિવરાત્રિ મેળામાં જતા ભક્તો માટે સારા સમાચાર, ગિરનાર રોપ- વેની ટિકિટના દરમાં કર્યો ઘટાડો

જૂનાગઢના આંગણે યોજાનાર ભવ્ય મહાશિવરાત્રિ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે ખુશખબર આપી છે.

જૂનાગઢના આંગણે યોજાનાર ભવ્ય મહાશિવરાત્રિ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે ખુશખબર આપી છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ, મેળા દરમિયાન યાત્રિકોને રોપ-વેની ટિકિટમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર અંતર્ગત ભાવિકો માત્ર 630 (GST સહિત) રૂપિયાના રાહત દરે ગિરનારની યાત્રા કરી શકશે, જે સુગમ અને સુરક્ષિત પ્રવાસની તક પૂરી પાડશે. આ વિશેષ ઓફર 11થી 15 ફેબ્રુઆરી સુધી માન્ય રહેશે. યાત્રિકો દરરોજ સવારે 07:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે. જોકે, સાંજે 04:00 વાગ્યા પછી માત્ર એક તરફની ટિકિટ જ આપવામાં આવશે. આ પાવન પર્વ પર મહત્તમ ભક્તો ગિરનારની ટોચે બિરાજતા દત્તાત્રેય દર્શન કરી શકે તે હેતુથી આ આકર્ષક યોજના અમલમાં મૂકવામાં આવી છે.

મહાશિવરાત્રીના મેળાને લઈ પોલીસ એકશનમાં

ગિરનારની ગોદમાં શરૂ થનારા મહાશિવરાત્રીના મેળાને લઈ જૂનાગઢ પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. ભવનાથ મંદિર પરિસર, યાત્રા સ્થળ અને અખાડાઓમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે. મહાશિવરાત્રી મેળા માટે હજારો શ્રદ્ધાળુ અને યાત્રિકો દેશભરમાંથી આવે છે. તે જોતા પોલીસ પ્રશાસને રાજ્યના મહત્વના પર્વની તૈયારીઓ પૂરેપૂરી સજ્જતા દર્શાવી છે. SOG, BDDS અને ડોગ સ્કવોડનીટીમોએ ભવનાથ પરિસર, યાત્રા સ્થળ અને અખાડાઓમાં ચેકિંગ કર્યું છે.  કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. મહાશિવરાત્રી મેળાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે જૂનાગઢ પોલીસ તમામ સ્તરે સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

જૂનાગઢમાં ઓઘડની ટૂંક પર ધજાના કેસમાં નાથ સંપ્રદાયના વિરોધ બાદ આખરે ફરિયાદ નોંધાઈ છે. ભવનાથ પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઓઘડની જગ્યા નાથ સંપ્રદાયની છે. જ્યાં જૈન સંપ્રદાયનો ઝંડો લાગતા જ નાથ સંપ્રદાયના સાધુ- સંતોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. નાથ સંપ્રદાયના સાધુ- સંતોએ નાથ સંપ્રદાય અને જૈન સમાજમાં વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય ગણાવ્યું. આટલું જ નહીં આરોપ લગાવ્યો કે ફોટોમાં દેખાતા બંને શખ્સો ચોરીછૂપીથી ઝંડો ઉપર લઈ ગયા હતાં. જ્યાં ઓઘડની ટૂંક પર જઈ તેને લહેરાવાયો હતો. ભવનાથ પોલીસે હાલ ફોટોમાં દેખાતા બે શખ્સની શોધખોળ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

Embed widget