શોધખોળ કરો

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

શિક્ષણ મંત્રીએ સંસદમાં રજૂ કરેલા આંકડાઓ મુજબ 2021 થી 2025 વચ્ચે શાળાઓની સંખ્યા 1,022,386 થી ઘટીને 1,005,245 થઈ છે. જાણો કયા રાજ્યોમાં શાળાઓ વધી અને ક્યાં ઘટી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશમાં પાંચ વર્ષમાં ૧૭,૦૦૦થી વધુ સરકારી શાળાઓ ઘટી.
  • સરકારે મર્જરને કારણ ગણાવ્યું, રાજ્યોમાં સ્થિતિ અલગ રહી.
  • કન્યાઓના પ્રાથમિક શિક્ષણમાં ઘટાડો, ઉચ્ચતર માધ્યમિકે નોંધણી વધી.
  • કેન્દ્ર ભંડોળ આપે, બાળકો પર અસરના પ્રશ્નો અસ્પષ્ટ.

Government Schools Reduction India: શું દેશમાં સરકારી શાળાઓ બંધ થઈ રહી છે? જો શાળાઓ ઘટી રહી છે તો બાળકોના શિક્ષણ પર તેની શું અસર પડશે? આવા અનેક સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં કેટલાક ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે, જેનાથી સરકારી શાળાઓની સ્થિતિ અંગે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદોરિયાના એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે 2021-22 ની સરખામણીમાં 2025-26 સુધીમાં દેશભરમાં 17,000 થી વધુ સરકારી શાળાઓ ઓછી થઈ છે. જોકે, સરકારે આ પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. આ રિપોર્ટમાં જાણો કયા રાજ્યમાં શાળાઓ વધી, ક્યાં ઘટી અને કન્યા કેળવણીની વર્તમાન સ્થિતિ શું છે.

આંકડાઓ શું કહે છે?

શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સંસદમાં આપેલી માહિતી મુજબ:

વર્ષ 2021-22 માં દેશમાં કુલ 1,022,386 સરકારી શાળાઓ હતી.

વર્ષ 2025-26 સુધીમાં આ સંખ્યા ઘટીને 1,005,245 થઈ ગઈ.

સીધો અર્થ એ છે કે માત્ર 5 વર્ષના ગાળામાં આશરે 17,141 સરકારી શાળાઓનો ઘટાડો નોંધાયો છે.

શાળાઓ ઘટવા પાછળ કેન્દ્ર સરકારનો શું તર્ક છે?

શાળાઓ ઘટવા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ શાળા ખોલવી, બંધ કરવી કે તેને અન્ય શાળા સાથે મર્જ (ભેગી) કરવી, તે નિર્ણય સંપૂર્ણપણે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારક્ષેત્રમાં આવે છે.

સરકારે વધુમાં ઉમેર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 મુજબ, શાળાઓનું મર્જર ખૂબ જ કાળજીપૂર્વક થવું જોઈએ અને તેનાથી બાળકોની શાળા સુધીની પહોંચ કે શિક્ષણ પર કોઈ નકારાત્મક અસર ન પડવી જોઈએ. સરકારના મતે, નજીકની શાળાઓને ભેગી કરીને ક્લસ્ટર બનાવવાનો મુખ્ય હેતુ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો અને શાળાના સંચાલનને વધુ અસરકારક બનાવવાનો છે.

કયા રાજ્યોમાં નોંધાયો સૌથી વધુ ઘટાડો?

આંકડાઓ મુજબ સૌથી મોટો ઘટાડો જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળ્યો છે, જ્યાં શાળાઓ 23,173 થી ઘટીને 18,787 થઈ ગઈ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, આસામ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં પણ શાળાઓ ઘટી છે. અન્ય મોટા રાજ્યોના આંકડા નીચે મુજબ છે:

મેઘાલય: 7,783 થી ઘટીને 5,620

તેલંગાણા: 30,023 થી ઘટીને 28,088

પશ્ચિમ બંગાળ: 83,302 થી ઘટીને 81,591

મધ્યપ્રદેશ: 92,695 થી ઘટીને 91,199

કર્ણાટક: 49,679 થી ઘટીને 48,527

આ રાજ્યોમાં શાળાઓની સંખ્યા વધી

સમગ્ર દેશનું ચિત્ર એકસરખું નથી. કેટલાક રાજ્યો એવા પણ છે જ્યાં નવી સરકારી શાળાઓ ખૂલી છે.

રાજસ્થાન: 68,948 થી વધીને 69,983

બિહાર: 75,558 થી વધીને 76,435

આ સિવાય ગુજરાત અને છત્તીસગઢમાં પણ સરકારી શાળાઓની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો છે.

ઉત્તર પ્રદેશની સ્થિતિ શું છે?

પ્રથમ નજરે ઉત્તર પ્રદેશની સ્થિતિ સ્થિર લાગે છે. 2021-22 માં યુપીમાં 137,024 શાળાઓ હતી, જે 2025-26 માં વધીને 137,103 થઈ ગઈ. પરંતુ જો જિલ્લાવાર આંકડા જોઈએ તો કેટલાક જિલ્લાઓમાં શાળાઓ ઘટી છે:

ગાઝિયાબાદ: 504 થી 474

અલીગઢ: 2,167 થી 2,114

ઝાંસી: 1,504 થી 1,450

હાથરસ: 1,285 થી 1,268

આ સિવાય ફિરોઝાબાદ, પ્રયાગરાજ અને જાલૌનમાં પણ નજીવો ઘટાડો જોવા મળ્યો છે.

કન્યા શિક્ષણ અને ડ્રોપઆઉટના આંકડા

સરકારે દીકરીઓના શિક્ષણ અંગેના આંકડા પણ રજૂ કર્યા હતા:

ધોરણ 3 થી 5: છોકરીઓનો નોંધણી ગુણોત્તર (Enrollment) 97 થી ઘટીને 93.5 થયો છે.

ધોરણ 6 થી 8: નોંધણી ગુણોત્તર 92.5 થી ઘટીને 92.3 થયો છે.

ધોરણ 9 થી 12: અહીં સારો સુધારો જોવા મળ્યો છે, નોંધણી 70.5 થી વધીને 74 થઈ છે.

જાળવણી દર (Retention rate) ની વાત કરીએ તો, પ્રાથમિક સ્તરે તે 93.4 થી ઘટીને 92.2 થયો છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક સ્તરે 49.6 થી વધીને 55 થયો છે.

સુવિધાઓ માટે સરકાર આપે છે ભંડોળ

સરકારે પોતાના બચાવમાં કહ્યું કે 'સમગ્ર શિક્ષા અભિયાન' હેઠળ રાજ્યોને નવી શાળાઓ અને વર્ગખંડો બનાવવા, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચલાવવા, મફત પુસ્તકો અને ગણવેશ આપવા તેમજ શાળા છોડી ગયેલા બાળકોને ફરી ભણતર તરફ લાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. ઉપરાંત, સારો શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર જાળવવામાં પણ કેન્દ્ર મદદ કરે છે, જોકે શિક્ષકોની ભરતીની જવાબદારી જે તે રાજ્યની જ રહે છે.

લોકસભામાં સાંસદે માત્ર શાળાઓની સંખ્યા જ નહોતી પૂછી, પણ એ જાણવા માંગતા હતા કે ખરેખર કેટલી શાળાઓ કાયમ માટે 'બંધ' થઈ છે, કેટલી શાળાઓનું 'વિલીનીકરણ' (મર્જ) થયું છે અને તેનાથી બાળકોના શિક્ષણ પર શું અસર પડી છે. પરંતુ સરકારે જવાબમાં માત્ર કુલ સંખ્યા જ આપી છે. શાળાઓ મર્જ થવાથી બાળકોને કેટલું દૂર ચાલીને જવું પડે છે અને તેનાથી ડ્રોપઆઉટ રેટ વધ્યો છે કે નહીં, તે અંગેની માહિતી હજુ પણ અસ્પષ્ટ છે. આંકડાઓ 17,000 શાળાઓ ઘટ્યાનું દર્શાવે છે, પરંતુ જમીની હકીકતનું સંપૂર્ણ ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી.

Frequently Asked Questions

ભારતમાં કેટલી સરકારી શાળાઓમાં ઘટાડો થયો છે?

2021-22 થી 2025-26 સુધીમાં દેશભરમાં આશરે 17,141 સરકારી શાળાઓનો ઘટાડો નોંધાયો છે. 2021-22માં 1,022,386 શાળાઓ હતી જે 2025-26માં 1,005,245 થઈ ગઈ.

સરકારી શાળાઓ ઘટવા પાછળ સરકારનો શું તર્ક છે?

સરકાર મુજબ, શાળાઓ ખોલવા, બંધ કરવા કે મર્જ કરવાનો નિર્ણય રાજ્ય સરકારોનો છે. સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ અને સંચાલનને અસરકારક બનાવવા માટે નજીકની શાળાઓને મર્જ કરાય છે.

કયા રાજ્યોમાં સરકારી શાળાઓની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો થયો છે?

જમ્મુ અને કાશ્મીરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ શાળાઓની સંખ્યા ઘટી છે.

કન્યા શિક્ષણના નોંધણી ગુણોત્તરમાં શું ફેરફાર જોવા મળ્યો છે?

ધોરણ 3-5 અને 6-8 માં છોકરીઓનો નોંધણી ગુણોત્તર થોડો ઘટ્યો છે. જોકે, ધોરણ 9-12 માં નોંધણી 70.5 થી વધીને 74 થઈ છે, જે સુધારો દર્શાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Advertisement

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget