Fake ID: મહેશગીરી બાપુનું ફેક આઈડી બનાવવા મામલે પોલીસે આરોપીની કરી ધરપકડ, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
પોલીસે જણાવ્યું કે, આરોપીએ થોડા સમય પહેલા દતાત્રય ઘર્ષણ બનાવથી નારાજ થઇ આ કૃત્ય કર્યું હતું.
Junagadh News: ગિરનાર દત્તાત્રેય પર્વત અને કમંડલકુંડ સંસ્થાના ગાદીપતિ મહેશગીરી બાપુની ફેક આઈડી બનાવવા મુદ્દે પોલીસે આરોપી અરવિંદ જૈનની ધરપકડ કરી છે. ફેક આઈડીના માધ્યમથી કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આરોપી મૂળ MPનો રહેવાસી છે.
પોલીસે શું કહ્યું
આ અંગે પોલીસે જણાવ્યું કે, આરોપીએ થોડા સમય પહેલા દતાત્રય ઘર્ષણ બનાવથી નારાજ થઇ આ કૃત્ય કર્યું હતું. તેણે મહેશગીરીને બદનામ કરવાનાં હેતુથી આઈ ડી બનાવ્યું હતું. મેંદરડા નજીક આશ્રમમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ફેક ફેસબુક એકાઉન્ટ બાબતે સાયબર ક્રાઇમમાં 30 ડિસેમ્બર, 2023ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
જૈન મુનિના ભડકાઉ નિવેદન બાદ મહેશગીરી બાપુએ કહ્યું હતું કે, જૈન મુનિઓને હિંસામાં અને ગીરનાર પચાવી પાડવામાં રસ છે. જોકે બાપુએ વિવાદનો અંત નહીં આવે તો પછી જે પરિણામ આવે તે ભોગવવા તૈયાર રહેવાની પણ વાત કરી હતી.