શોધખોળ કરો
Advertisement
દિવાળી પહેલા જ સિંગતેલના ભાવમાં ભડકો, જાણો ડબ્બે કેટલા ભાવ બોલાઈ રહ્યા છે
ગુજરાત મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે. ચાલુ વર્ષે રેકોર્ડ 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું.
અમદાવાદઃ દિવાળી પૂર્વે જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. ચીનમાં 30થી 35 હજાર ટન સિંગતેલની નિકાસ થતાં બે મહિનામાં સિંગતેલના ડબાના ભાવમાં 300થી 350 રૂપિયાનો વધારો થયો છે. હાલ મોટાભાગના બ્રાન્ડના સિંગતેલના ભાવ ડબ્બે 2500થી વધુ બોલાઈ રહ્યા છે.
ગુજરાત મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે. ચાલુ વર્ષે રેકોર્ડ 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. પરંતુ ભારે વરસાદથી ઉત્પાદન માત્ર 32-35 લાખ ટન આસપાસ રહેવાની ધારણા હોવાથી પણ ભાવ પર અસર થઈ છે.
ગત વર્ષે આ સમયે મગફળીના ભાવ મણદીઠ 850થી 950 હતા. પરંતુ આ વર્ષે 1 હજારથી 1150 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. આમ મગફળીના ભાવમાં માત્ર 10 ટકા વધારો થયો છે પરંતુ તેની સામે સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે.
મગફળીની આવક પણ ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકા ઓછી છે. રાજ્યમાં અત્યારે દૈનિક અંદાજે 4 લાખ બોરી મગફળીની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોશિયેશનના પ્રમુખ મુજબ મગફળીની આવક હવે વધશે જેના કારણે સિંગતેલની તેજીને બ્રેક લાગી શકે છે. આ ઉપરાંત તેજી માટે મોટા પાયે નિકાસ હોવાથી તેની અસર રહી છે. પરંતુ હવે સિંગતેલના ભાવ 2500 રૂપિયા આસપાસ સ્થિર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement