શોધખોળ કરો

Kejriwal In Gujarat Live Update : IBએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે, ગુજરાતમાં આપની સરકાર બની રહી છેઃ કેજરીવાલ

દાહોદ ખાતે કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી સભા સથળે પહોંચ્યા છે. નવજીવન આટર્સ  એન્ડ કોમર્સ કોલેજ ખાતે સભાનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામા લોકોની ભીડ ઉમટી પડી છે.

Key Events
Kejriwal In Gujarat Live Update : Arvind Kejriwal and Bhagwant mann election rally start from Dahod Kejriwal In Gujarat Live Update : IBએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે, ગુજરાતમાં આપની સરકાર બની રહી છેઃ કેજરીવાલ
તસવીરઃ અરવિંદ કેજરીવાલ

Background

દાહોદઃ દાહોદ ખાતે કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી સભા સથળે પહોંચ્યા છે. નવજીવન આટર્સ  એન્ડ કોમર્સ કોલેજ ખાતે સભાનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામા લોકોની ભીડ ઉમટી પડી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Vadodara : કેજરીવાલ-માનના રોડ શો પહેલા શહેરમાં લાગ્યા વિરોધી પોસ્ટ, 'હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઇશ્વર માનીશ નહીં'
વડોદરાઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જોકે, તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ પોસ્ટર વોર છેડાયું છે. ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર, સુરત અને અમદાવાદ સહિત અનેક જગ્યાએ આમ આદમી પાર્ટી વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે. આજે કેજરીવાલ અને ભગવંત માનની શહેરમાં રેલી યોજાશે. જોકે આપના દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીએ હિન્દૂ ધર્મના દેવી દેવતાઓની પૂજા નહીં કરવા લોકોને શપથ લેવડાવતા વિવાદ થયો હતો. શહેરમાં સુરસાગર, ગાંધીનગર ગૃહ, અમિત નગર ચાર રસ્તા સહિત ની જગ્યાએ પોસ્ટર લાગ્યા છે.  પોસ્ટર કોણે લગાવ્યા તે સવાલ ઉભો થયો છે.

વડોદરામાં આજે આપની તિરંગા યાત્રા યોજાશે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ અને પંજાબ ના મુખ્ય મંત્રી ભગવત માન પણ જોડાશે. આપ પાર્ટી દ્વારા સાંજે 4 કલાકે ભગતસિંહ ચોક ખાતેથી યાત્રાની કરશે શરૂઆત. વડોદરાની 5 એ વિધાનસભામાંથી કાર્યકરો જોડાશે. 

સુરત : AAP નેતા રાજેન્દ્ર પાલના વાયરલ વિડીયો બાદ રાજકારણ ગરમાયું છે. સુરતમાં અરવિંદ કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના લાગ્યા પોસ્ટરો. સિટી વિસ્તારમાં લગાવામાં આવ્યા બેનરો. અરવિંદ કેજરીવાલના ફોટો સાથે મોટા પોસ્ટરો લગાવામાં આવ્યા છે. રાજકોટમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મુસ્લિમ ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. ગઈ કાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ''હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ'' તેવું લખવામાં આવ્યું. આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર તેવું બેનરમાં લખવામાં આવ્યું. રાજકોટમાં ચૂંટણી પહેલાં બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ.

ગાંધીનગરમાં કેજરીવાલ વિરુદ્ધના બેનરો લાગ્યા છે. સરગાસણ ચોકડી પાસે લાગ્યા બેનર. હિન્દુ હિત રક્ષક સમિતિએ હું હિન્દુ ધર્મને પાગલપન માનું છુંના લગાવ્યા બેનર. ગાંધીનગરથી અમદાવાદ જતા માર્ગ પર હિન્દુ હિત રક્ષક સમિતિ લગાવ્યા બેનર.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન  8 અને 9 ઓક્ટોમ્બર ગુજરાતની મુલાકાતે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના ૪ સ્થળે જનસભા ને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે જનસભા ને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો આ મહિનાની બીજી મુલાકાત. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એ ૧ અને ૨ ઓક્ટોમ્બર ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઑક્ટોબર મહિના ની પેહલી મુલાકાતે ૪ જનસભા ને સંબોધિત કરી હતી. ૧ અને 2 ઓક્ટોમ્બરે ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા , સુરેન્દ્રનગર જનસભાને સંબોધિત કરી હતી.

17:09 PM (IST)  •  08 Oct 2022

અરવિંદ કેજરીવાલના રોડ શો પહેલા વડોદરામાં તોડફોડ

આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલના આગમનને લઈને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરામાં રોડ શોના રુટ પર તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી મોદીના નારા લાગ્યા હતા. જો કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલમાં વડોદરાના રાજમહેલ રોડ પર વાતાવરણ તંગ બની ગયું છે.

16:08 PM (IST)  •  08 Oct 2022

અરવિંદ કેજરીવાલ રોડ શો શરૂ કરે તે અગાઉ વિરોધમાં ચાલીસા

અરવિંદ કેજરીવાલના રોડ શો અગાઉ બબાલનો મામલો. ભાજપના પૂર્વ નગરસેવક અને સ્થાનિકોએ હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા. અરવિંદ કેજરીવાલ રોડ શો શરૂ કરે તે અગાઉ વિરોધમાં ચાલીસા. ગરબાના સ્ટેજ પર મોટી સંખ્યામાં ગાયકો અને સ્થાનિકો જોડાયા. ન્યાય મંદિરથી કીર્તિ સ્થંભ સુધી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો. વરસતા વરસાદમાં પણ શહીદ ભગતસિંહ ચોક ખાતે  આપના કાર્યકર્તા હાજર.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'

વિડિઓઝ

Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Embed widget