શોધખોળ કરો

Nadiad : 16 કલાકથી કામદારને બચાવવા ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનનો દુઃખદ અંત, યુવકની લાશ મળી

નડિયાદના પારસ સર્કલ પાસે એક મજૂર ગટરની પાઇપલાઇનમાં ફસાયો હતો, જેની લાશ મળી આવી છે. પારસ સર્કલ પાસે પંપીંગ સ્ટેશનની લાઈન માટેનું ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ઘટના બની હતી.

ખેડાઃ નડિયાદના પારસ સર્કલ પાસે એક મજૂર ગટરની પાઇપલાઇનમાં ફસાયો હતો, જેની લાશ મળી આવી છે. પારસ સર્કલ પાસે પંપીંગ સ્ટેશનની લાઈન માટેનું ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ઘટના બની હતી.  છેલ્લા 16 કલાક કરતાં પણ વધુ સમય થી ચાલી રહ્યું છે રેસ્કયુ ઓપરેશન જેનો દુઃખદ અંત આવ્યો છે. વડોદરાથી ઇમરજન્સી રેસક્યુ ટીમને પણ  બોલાવવમાં આવી હતી. 

કાંસની નીચે ટનલ કરી ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ઘટના બની.  પાઇપ લાઈનમાં ફસાયેલ વ્યકિતને બહાર કાઢવા માટે પાલિકા નડીઆદનું તંત્ર કામે લાગ્યું હતું. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા આ કામ ચાલી રહ્યું હતું.  નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ , ૧૦૮  એમ્બીયુલન્સ ની ટીમ , નડિયાદ ટાઉન પોલીસ નો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી હતી. નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ચીફ એન્જિનિયર ઘટના સ્થળે.  ગટર લાઈનમાં ફસાયેલ વ્યકિતને બહાર કાઢવા માટે ચાલી રહ્યું હતું  રેસકયુ ઓપરેશન પણ અંતે મજૂર કામદારની મળી લાશ.

ગાંધીનગરઃ રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે શનિવારથી  બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવનો અનુભવ થશે. હોળી પછી તાપમાનનો પારો 40ને પાર કરી જશે તેવી શક્યતા છે. આમ પણ માર્ચ મહિનાના પ્રારંભે જ રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે. તેની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આવનારા ચારથી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થશે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવ પણ અનુભવાશે. શનિવારે પોરબંદર, ગીર સોમનાથ દીવ અને કચ્છમાં હિટવેવ અનુભવાશે. જ્યારે રવિવારે પોરબંદર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, સુરેંદ્રનગરમાં હીટવેવની સ્થિતિ રહેશે.

ગરમીનો પારો વધવાની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં છવાયું વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ડાંગ જિલ્લામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. આહવામાં ડાંગ દરબારની તૈયારી ચાલી રહી છે ત્યારે માવઠાથી તૈયારીને બ્રેક વાગી છે.હવામાન વિભાગે એવી પણ સુચના આપી કે, નવજાત બાળકો, વૃદ્ધો તથા ગંભીર બીમારીથી ધરાવતા લોકો ખુલ્લા તાપમાં બહાર ન નીકળે અને જો નીકળવાનું થાય તો માથુ ઢાંકીને નીકળે.

ડાંગમાં વરસાદ 

રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ડાંગ જિલ્લામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો.  આહવા અને આસપાસના વિસ્તારોમાં ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. માવઠાને કારણે નાગલી, સ્ટ્રોબેરી, ડાંગર જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે ડાંગ દરબારની કરવામાં આવી રહેલી તૈયારીઓમાં વિક્ષેપ પડી રહ્યો છે. આહવા ખાતે યોજાનારા ડાંગ દરબારને લઈને LED અને સાઉંડ સિસ્ટમ લગાવવામાં આવી હતી. કમોસમી વરસાદના કારણે પલળતા નુકસાન થયું છે. કમોસમી વરસાદમાં ઈલેકટ્રિક ઉપકરણોને બચાવવા માટે પ્લાસ્ટિકનો સહારો લેવામાં આવ્યો હતો.13 માર્ચના રવિવારના રાજ્યપાલની હાજરીમાં ડાંગ દરબાર યોજાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget