શોધખોળ કરો

ગુજરાતના કયા શહેરમાં આગામી 14થી 21 સપ્ટેમ્બર સુધી સ્વંયભૂ લોકડાઉન રહેશે? જાણો કારણ

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ખેડબ્રહ્મા અને તાલુકામાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે ગામડાંઓ સુધી પણ કોવિડ-19નું સંક્રમણ પહોંચવા લાગ્યું છે.

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ખેડબ્રહ્મા અને તાલુકામાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે ગામડાંઓ સુધી પણ કોવિડ-19નું સંક્રમણ પહોંચવા લાગ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે અનલોક 4 કરીને લોકોને છૂટછાટો આપી છે. તેવામાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં 14થી 21 સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે સ્વંયભૂ લોકડાઉનનું નક્કી કરવામાં આવ્યુ છે. નગરપાલિકા, વિવિધ વેપારી મંડળે પણ આ સ્વંયભૂ બંધ રાખવાના નિર્ણય લીધો છે. ખેડબ્રહ્મા સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધતું જતાં અને રોજબરોજ નવા કેસો નોંધાતાં લોકો સ્વયંભૂ સાવચેતીના પગલાં લેવા આગળ આવી રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્મામાં પાંચ કેસો એક્ટિવ હોવાથી અને સંક્રમણ ન વધે અને કોરોના પોઝિટિવ કેસો ઉપર નિયંત્રણ આવે તે માટે સૌના હિતમાં ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશન દ્વારા આગામી સોમવાર 14થી 21 સપ્ટેમ્બર સુધી બજાર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. લારી-ગલ્લાવાળાઓ પણ આ બંધને સમર્થન આપ્યું છે. ખેડબ્રહ્મા આઠ દિવસ ધંધા, રોજગાર, દુકાન, બજારો સંપૂર્ણ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, ખેડબ્રહ્મા શહેરી વિસ્તારમાં 15 અને ગ્રામ્ય વિસ્તારમાં 16 કેસ નોંધાયા હતા. જેમાં 31માંથી 26 ડિસ્ચાર્જ થયા છે અત્યારે 5 કેસ એક્ટિવ છે. કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને વેપારીઓ દ્વારા 14 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી ખેડબ્રહ્મામાં સ્વંયભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસ કોવિડ -19 અંતર્ગત હવે ખેડબ્રહ્મા શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો અટકાવવા ખેડબ્રહ્માના વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે. જ્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં દૂધ, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ તેમજ સરકારી કચેરીઓ અને શાળા-કોલેજો ચાલુ રહેશે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Embed widget