શોધખોળ કરો

Valsad: વલસાડમાં 10 વર્ષીય કિશોરીનું અપહરણ, આરોપીનું નામ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

વલસાડ: વાપીમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું અપહરણ કરવામાં આવતા ચકચાર મચી છે. સ્કુલ બહાર લગાવેલ સીસીટીવીમાં આ અપહરણની ઘટના કેદ થઈ હતી. આ મામલે ફરિયાદ થતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી.

વલસાડ: વાપીમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું અપહરણ કરવામાં આવતા ચકચાર મચી છે. સ્કુલ બહાર લગાવેલ સીસીટીવીમાં આ અપહરણની ઘટના કેદ થઈ હતી. આ મામલે ફરિયાદ થતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને અપહરણ કરનાર  1 મહિલા સહિત 3 લોકોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી. આ  અંગે સામે આવેલી વિગતો અનુસાર માતાએ જ પૂર્વ પતિની દીકરીનું નવા પતિ સાથે મળી અપહરણ કર્યું હતું. જો કે, દીકરીને બચાવવા જતા પિતાને પૂર્વ પત્ની અને તેના નવા પતિએ ઢોર માર માર્યો હતો. હાલમાં ઘાયલ પિતાને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બીજેપી નેતા સામે કિશોરીએ છેડતીની ફરિયાદ કરતા રાજકારણ ગરમાયું

 પ્રાંતિજના ધારાસભ્ય અને સાબરકાંઠા બેંકના ચેરમેન સામે રાજસ્થાનના શિરોહીમાં છેડતીનો ગુનો નોંધાયો છે. પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સામે ફરીયાદ નોંધાઈ છે. સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમિચંદ પટેલ સામે ફરીયાદ નોંધાતા ચકચાર મચી છે. કોર્ટના આદેશનુસાર કુલ ચાર શખ્શો સામે ફરીયાદ નોંધાઈ છે. કિશોરી સાથે છેડછાડ કરવાના આરોપમાં બંને સામે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના શિરોહીમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

સુરતમાં 9 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવા ઉપાડી ગયો નરાધમ

સુરતના ડભોલી વિસ્તારમાં વેફરની લાલચ આપી 9 વર્ષીય માનસિક અસ્વસ્થ બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. બાળકીને ઝાડી ઝાખડામાં લઈ જઈ કપડાં કાઢી દુષ્કર્મનો કરવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે જ દુકાનદારની નજર પડતા દૂકાનદારે હવસખોરના ચુંગાલમાંથી બાળકીને છોડાવી હતી. દુકાનદારની સર્તકતાથી બાળકી પીંખાતા બચી ગઈ હતી. ત્યાર બાદ લોકોએ નરાધમને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. સિંઘણપોર પોલીસે નરાધમ દિલીપ નાવડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ડભોલીમાં દુકાનદારની સતર્કતાથી ૯ વર્ષની બાળકી હવસખોરની ચુંગાલમાંથી ઉગરી ગઇ હતી. નરાધમે વેફરનું પડીકું અપાવવાની લાલચ આપી નજીકના ખુલ્લા પોપડામાં બાળકીને ઉપાડી ગયો હતો. અહીં નરાધમ અડપલાં શરૂ કર્યા કે દુકાનદારની નજર પડી ગઇ હતી અને માર મારી પોલીસને સોંપી દેવાયો હતો. ભોગ બનનારનો પરિવાર ડભોલી વિસ્તારમાં શાકભાજી વેચવાનો ધંધો કરે છે. સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. 9 વર્ષની પુત્રી માનસિક રીતે થોડી અસ્વસ્થ છે અને તેણી અભ્યાસ કરતી નથી. 

ગત બુધવારે બપોરે તેમની પુત્રી ઘર નજીકના પાનના ગલ્લા પર વેફર લેવા ગઇ હતી. આ સમયે બાળકીને વેફરનું પડીકું અપાવવાની લાલચ આપી ફોસલાવી નજીકના ખુલ્લા પોપડામાં લઇ ગયો હતો. બદકામના ઇરાદે નરાધમ બાળકીને ઉપાડી ગયો હતો. અહીં શારીરિક અડપલાં કરવાની શરૂઆત કરતા જ નજીકના પાનના ગલ્લાવાળાએ સતર્કતા દાખવી બાળકીને આબદા બચાવી લીધી હતી. બૂમાબૂમ થતા સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતુ. લોકોએ નરાધમને બરાબરનો મેથીપાક ચખાડી સિંગણપોર પોલીસને સોંપી દીધો હતો. પોલીસે છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી અશ્વિન દિલિપ નાવડિયાની ધરપકડ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસોBhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલોNorth India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget