શોધખોળ કરો
Advertisement

CM રૂપાણીની દીકરી-જમાઈ-દોહિત્ર ક્યા દેશમાંથી આવ્યા ? એરપોર્ટ પર જ કરાયા કોરોના ટેસ્ટ, જાણો શું આવ્યું રીઝલ્ટ ?
મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા, જમાઇ નિમિત્ત મિશ્રા અને દોહિત્ર શૌર્ય યુ.કે.થી ગુજરાત આવતાં તેમણે પણ ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યા હતાં. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મુખ્યમંત્રીના પરિવારે પણ અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડયું છે.

(ફાઈલ તસવીર)
અમદાવાદઃ યુ.કે. સહિતના યુરોપના દેશોમાંથી આવતાં મુસાફરોને કોરોનાના નવા વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તેની ચકાસણી પછી જ તેમને ભારતમાં પ્રવેશવા દેવાય છે. ભારત સરકારના દિશાનિર્દેશ મુજબ તેમને કોરાનાના ટેસ્ટ કર્યા પછી જ ભારતમાં પ્રવેશવા દેવાના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યુ છે.
આ નિયમ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા, જમાઇ નિમિત્ત મિશ્રા અને દોહિત્ર શૌર્ય યુ.કે.થી ગુજરાત આવતાં તેમણે પણ ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યા હતાં. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મુખ્યમંત્રીના પરિવારે પણ અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડયું છે.
કોરોનાના નવા પ્રકારના સ્ટ્રેનને લીધે સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ છે. યુરોપના દેશોમાં આ નવા પ્રકારનો વાયરસ જોવા મળતાં ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. તેના ભાગરૂપે તમામ લોકોના ટેસ્ટ કરાવાય છે. અત્યાર સીમાં યુકે સહિતના યુરોપના દેશોમાંથી ગુજરાત આવેલાં કુલ 1720 મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ કરાયાં છે. આ પૈકી 11 મુસાફરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યાં છે.
ગુજરાતમાં યુકે સહિતના યુરોપના દેશોમાંથી આવેલાં મુસાફરોને શોધીને ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી યુકે સહિતના યુરોપના દેશોમાંથી 572 મુસાફરો આવ્યા હતાં. પેકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી 1148 મુસાફરો આ દેશોમાંથી ગુજરાત આવ્યા હતાં જેમાં 11 વ્યક્તિના રિપોર્ટ પોઝીટીવ હોવાનુ નિદાન થયુ હતું. અમદાવાદમાં 4 , વડોદરામાં 2, આણંદમાં 2 , ભરૂચમાં 2 અને વલસાડમાં 1 વ્યક્તિના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. આ બધાય દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
આ તમામ દર્દીઓમાં કોરોનાના વાયરસના નવા સ્ટ્રેઇનના લક્ષણો છે કે કેમ તે અંગેની સંપૂર્ણ તપાસ માટે સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી ઉપરાંત ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલાયાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દેશ
Advertisement


gujarati.abplive.com
Opinion