શોધખોળ કરો
મોદી આજે કેટલા વાગ્યે કચ્છ આવશે ? ભૂજ એરપોર્ટથી હેલિકોપ્ટરમાં સીધા ક્યાં જવા રવાના થશે ?
પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે.

(ફાઈલ તસવીર)
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવાર ને 15 ડિસેમ્બરે કચ્છના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. મોદી અગાઉ બે દિવસના પ્રવાસે આવવાના હતાં પણ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયો છે. હવે વડાપ્રધાન મોદી માત્ર પાંચ કલાક માટે જ કચ્છ આવશે અને આજે બપોરે કચ્છ આવીને સાંજે દિલ્હી જવા રવાના થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે દિલ્હીથી સાડા અગિયાર વાગે કચ્છ આવવા રવાના થશે. મોદી બપોરે દોઢ વાગે ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે અને ભૂજથી હેલિકોપ્ટર મારફતે માંડવી પહોચશે. માંડવીમાં મોદીના હસ્તે ડિસેલિશેન પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરવામાં આવશે. વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. નરેન્દ્ર મોદી સાંજે સાડા પાંચ વાગે કચ્ચના સફેદ રણનો નજારો માણશે. પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે. મોદીના આગમનને પગલે માંડવી અને ધોરડોમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને એસપીજી કમાન્ડોએ ધામાં નાખ્યા છેય મોદી આજે કચ્છમાં, જાણો બપોરના ભોજનમાં શું પીરસવામાં આવશે Burger King માં કમાણીથી ચૂકી ગયા છો ? આજે ફરી છે તક, જાણો વિગત
વધુ વાંચો





















