શોધખોળ કરો
Advertisement
Burger King માં કમાણીથી ચૂકી ગયા છો ? આજે ફરી છે તક, જાણો વિગત
મિસ્ટર બેક્ટરનો આઈપીઓ આજે ખૂલી રહ્યો છે. ચાલુ વર્ષનો આ 15મો આઈપીઓ છે.
મુંબઈઃ મિસ્ટર બેક્ટરનો આઈપીઓ આજે ખૂલી રહ્યો છે. ચાલુ વર્ષનો આ 15મો આઈપીઓ છે. જે ગ્રે માર્કેટમાં 70 ટકા પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યો છે. આ આઈપીઓ સારો ભરાયો હતો તેથી લિસ્ટિંગ પર નફો પણ સારો આપી શકે છે. આ કંપનીનો ભાવ ઓછો રહેવાનો હતો પરંતુ બર્ગર કિંગના આઈપીઓને જે રીતે રિસ્પોન્સ મળ્યો તે જોતાં મિસેસ બેક્ટરનો ભાવ ગવધી ગયો છે. બર્ગરકિંગનો આઈપીઓ 156 ગણો ભરાયો હતો. પરંતુ શેરે લિસ્ટિંગના પ્રથમ દિવસે જ રોકાણકારોને 131 ટકા વળતર આપ્યું હતું.
બિસ્કિટ અને બ્રેડ બનાવતી પંજાબની કંપની મિસેજ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટીઝની આઈપીઓ દ્વારા બજારમાંથી 500 કરોડ એકત્ર કરવાની યોજના છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અનુપમ બેક્ટરે આઈપીઓ રોડ શોમાં મીડિયાને જણાવ્યું હતું કે, ન્યૂનતમ બોલી 50 શેરના લોટ માટે લગાવી શકાશે અને તેના ઉપર 50 ઈક્વિટ શેરના ગુણાંકમાં બોલી લગાવી શકાશે.
આ આઈપીઓ માટે કંપનીએ એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝને લીડ મેનેજર બનાવ્યા છે. શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે.
કંપનીએ સેબીને સોમવારે આપેલી માહિતી મુજબ 288 રૂપિયાના ભાવ પર 56.25 લાખ શેર એંકર રોકાણકારો માટે જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion