શોધખોળ કરો
ગુજરાતના ક્યા ચાર IPS અધિકારીને બઢતી આપીને કરાઈ બદલી ? જાણો કોને ક્યાં મૂકાયા ?
બઢતી સાથે બદલી કરવામાં આવેલા ચારેય અધિકારીઓ 2016ની બેચના છે.
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા 2016ની બેન્ચના ચાર IPS અધિકારીની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં અમરેલી, વડોદરા, વેરાવળ અને વિરમગામના આસિસ્ટંટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની બદલી કરવામાં આવી છે.
બઢતી સાથે બદલી કરવામાં આવેલા ચારેય અધિકારીઓ 2016ની બેચના છે. અમરેલીના ASP પ્રેમસુખ દેલુને રાજુલા SRPF ગ્રુપ 21માં કમાન્ડન્ટ તરીકે બઢતી આપવામાં આવી છે. વડોદરા રુરલના ASP રવિન્દ્ર પટેલની વડોદરા SRPF ગ્રુપ 9માં કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે.
જ્યારે વેરાવળના ASP અમિત વસાવાને બનાસકાંઠાના મેડાણા SRPF ગ્રુપ-3ના કમાન્ડન્ટ તરીકે બઢતી આપવામાં આવી છે. વિરમગામના ASP પ્રવીણ કુમારને બઢતી આપીને રાજકોટ શહેરના ઝોન-1ના DCP પદે બદલી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement